શિરોમણીરાયનું મંદિરઃ
December 22, 2007
v શિરોમણીરાયનું મંદિરઃ
દરબારગઢથી સામે બજાર તરફ જતા ડાબી બાજુ આ મંદિર છે. ખૂણામાં હોવાથી તેનુ સૌદર્ય ઢંકાઈ ગયું છે મંદિરમાં પ્રવેશીએ કે તરત એક વિશાળતા આપણે વીંટળાઈ વળે છે. દ્રારા પરની બે પરીઓ આપણુ મીઠુ સ્વાગત કરે છે. ગર્ભદ્રારમાં ચાંદીના સિહાસન પરની સ્મિત કરતી શિરોમણીરાયજીની મૂર્તિ વિરાજમાન છે. નીચે વજનદાર ગરૂડજીની મૂર્તિ છે. આસપાસ સુંદર કોતરણી છે. ડાબી બાજુ વિષ્ણુ અને જમણીબાજુ બ્રહમાજીની બે અદભુત મૂર્તિઓ તરત ધ્યાન ખેંચે છે. જે, પણ બ્રમહા ઉપર દ્રષ્ય તરત આંખમા આંશુ વહેવડાવે છે. બે હાથના પંજા છે. જે મંદિરના એક વ્યવસ્થાપક શ્રી જેઠાલાલ જોશીના મતે, કારીગરોના હાથ કાપી નાખ્યાની નિશાની છે. આવું ભવ્ય મંદિર ફરી ન બંધાય તેવી “મહેચ્છા”એ બંધાવનાર પાસે આવી, શાહજહાં જેવી, ક્રૂરતા કરાવી હશે ?
મંદિર વચ્ચે ઉભા રહી ઉપર તરફ આંખ ફરવા લાગે છે. ત્યારે વેદ-પુરણાના દેવ-દેવીઓનાં સાંનિધ્ય આપણે માણી એ છીએ. ગોળાકારમાં સૂર્ય, ગુરૂ, ચંદ્ર, લક્ષ્મી, વિષ્ણુ,દેવીઓ વગેરે નીરાતે બેસી શિરોમણીરાય સાથે આત્મિક મસ્તી ભોગવે છે. પૌરામણી દેવો વચ્ચે વૈદિક પરંપરા સામે કાન્તિ જગાડનાર મહામાનવ બુધ્ધ પ્રત્યેનો પ્રેમ દેખાય છે. (તો તેણે હાથ કેમ કાપ્યા હશે ?) મૂર્તિઓ પરનાં વર્તુળમાં દેવ-દેવીઓ, ગંધર્વો, રામાયણના પ્રશંગો, વગેરે દ્રષ્યો ચિતહર છે. દૂર બેઠે પણ તેમની ગતિથી રદયને આંદોલિત કરી જાય છે. વચ્ચે જાડી મૂછોવાળા, ચાર હાથવાળા અને ઉંધે પગે બેઠેલા કિચકો પણ ધ્યાન ખેંચે છે. આસપાસની કોતરણી દેવોના”પુષ્પભાગ” તરીકે શોભા વધારે છે. દ્રાર પાસેના છડી દાર અને પુતડી પણ ઠસ્સાદાર ઉંભાં છે. તેમનાં ચહેરા પરનું ગાંભીર્ય આપણને મુગ્ધ કરે છે.
હવે આવીએ મંદિરના પાછળા ભાગમાં મજબુત પાયા પર મંદિર રચાયુ છે. અને લ્યો ! બહાર પગ પડતાં નજરે પડે છે. અદભૂત મનોરમ્ય શિલ્પ-સમૃધ્ધિ ! જાણે કોઈ પૂર્વ કે દક્ષિણના મંદિરના ભુલા ન પડતા હોઈએ. ! ખૂણે ખૂણો ખીચો ખીચ કળાથી મઘમઘે છે. હારબંધ વિષ્ણુ, શિવ, બ્રહમા, લક્ષ્મી, પ્રાણીઓ, આપણને જોતા ગેલમા આવી જાય છે. છલાંગ મારતા સિંહ નીચે હાથી છે. તો ઉન્નત પયોધરો વચ્ચે વળાક લેતી માળાથી સૌંદર્ય-નિખારતી કમલીની છે. દાઢીવાળા બ્રહમાજી પોતાના સ્ટાઈલથી નિર્માણ તરફ અનુકંપા ભરી નજરે જોતા માળા ફેરવે છે. વચ્ચે ગોખલામા શંકર સ્ટાઈલથી વિષ્ણુ ડાબા પગ પર લક્ષ્મીને બેસાડી આત્મ-રતિ સ્વરૂપમાં વિલસતા દેખાય છે. તેમનું આ સ્વરૂપ આપણા રોમાંચ ઉત્તપન્ન કરે છે. તેમનું રતિ સ્વરૂપ પણ આપણને નિજ-સ્વરૂપમાં પ્રવેશવા ઢંઢોળે છે. બાજુમાં ગરૂડ પોતાના માલિક ની મસ્તીમાં નહાતો પાંખો ફફડાવી “સજાગ” આનંદ વ્યકત કરે છે. તેમના નીચે ગાયકવૃંદની નાની-નાની આકૃતિઓ આપણને મુગ્ધ કરે છે. નાના હાથીઓની મૂર્તિઓ તો ખૂણે-ખૂણે વેરાયેલી છે. કયાંક પક્ષીઓ અને વાનર પણ ડોકીયાં કરી જાય છે. નીચે ગોખલાઓમાં કોતરકામ પૂરી નાંખ્યુ લાગે છે. શા માટે ? મંદિર શિખર તરફ આગળ વધે છે. તેમ નાના મંદિરના ગુંબજની પ્રતિકૃતિઓનો મેળો જાય છે. ઉતંગ મંદિર મનને હરી લે છે. તેનો સમગ્ર પૃષ્ઠ ભાગ શિલ્પ સ્થાપત્યના સૌંદર્યથી છલકાય છે. ત્યાથી ખસવાની ઈચ્છા જ નથી થતી. આ શિલ્પ ન જોયું હોત તો આંખોનો જન્મ નિષ્ફળ ગયો હોત તેવું લાગે છે. મંદિરની ઐતિહાસીકતા જે હોય તે, પણ તેની કળાકારીગીરી આપણને હિન્દુ જૈન પરંપરામાં લઈ જાય છે. અને પથ્થરના કોમળ સૌંદર્યમાં તરીએ છીએ.