v                 શિરોમણીરાયનું મંદિરઃ   

 

       દરબારગઢથી સામે બજાર તરફ જતા ડાબી બાજુ આ મંદિર છે. ખૂણામાં હોવાથી તેનુ સૌદર્ય ઢંકાઈ ગયું છે મંદિરમાં પ્રવેશીએ કે તરત એક વિશાળતા આપણે વીંટળાઈ વળે છે. દ્રારા પરની બે પરીઓ આપણુ મીઠુ સ્‍વાગત કરે છે. ગર્ભદ્રારમાં ચાંદીના સિહાસન પરની સ્મિત કરતી શિરોમણીરાયજીની મૂર્તિ વિરાજમાન છે. નીચે વજનદાર ગરૂડજીની મૂર્તિ છે. આસપાસ સુંદર કોતરણી છે. ડાબી બાજુ વિષ્‍ણુ અને જમણીબાજુ બ્રહમાજીની બે અદભુત મૂર્તિઓ તરત ધ્‍યાન ખેંચે છે. જે, પણ બ્રમહા ઉપર દ્રષ્‍ય તરત આંખમા આંશુ વહેવડાવે છે. બે હાથના પંજા છે. જે મંદિરના એક વ્‍યવસ્‍થાપક શ્રી જેઠાલાલ જોશીના મતે, કારીગરોના હાથ કાપી નાખ્‍યાની નિશાની છે. આવું ભવ્‍ય મંદિર ફરી ન બંધાય તેવી “મહેચ્‍છા”એ બંધાવનાર પાસે આવી, શાહજહાં જેવી, ક્રૂરતા કરાવી હશે ?

 

        મંદિર વચ્‍ચે ઉભા રહી ઉપર તરફ આંખ ફરવા લાગે છે. ત્‍યારે વેદ-પુરણાના દેવ-દેવીઓનાં સાંનિધ્‍ય આપણે માણી એ છીએ. ગોળાકારમાં સૂર્ય, ગુરૂ, ચંદ્ર, લક્ષ્‍મી, વિષ્‍ણુ,દેવીઓ વગેરે નીરાતે બેસી શિરોમણીરાય સાથે આ‍‍ત્મિક મસ્‍તી ભોગવે છે. પૌરામણી દેવો વચ્‍ચે વૈદિક પરંપરા સામે કાન્તિ જગાડનાર મહામાનવ બુધ્‍ધ પ્રત્‍યેનો પ્રેમ દેખાય છે. (તો તેણે હાથ કેમ કાપ્‍યા હશે ?) મૂ‍ર્તિઓ પરનાં વર્તુળમાં દેવ-દેવીઓ, ગંધર્વો, રામાયણના પ્રશંગો, વગેરે દ્રષ્‍યો ‍ચિતહર છે. દૂર બેઠે પણ તેમની ગતિથી રદયને આંદોલિત કરી જાય છે. વચ્‍ચે જાડી મૂછોવાળા, ચાર હાથવાળા અને ઉંધે પગે બેઠેલા કિચકો પણ ધ્‍યાન ખેંચે છે. આસપાસની કોતરણી દેવોના”પુષ્‍પભાગ” તરીકે શોભા વધારે છે. દ્રાર પાસેના છડી દાર અને પુતડી પણ ઠસ્‍સાદાર ઉંભાં છે. તેમનાં ચહેરા પરનું ગાંભીર્ય આપણને મુગ્‍ધ કરે છે.      

         હવે આવીએ મંદિરના પાછળા ભાગમાં મજબુત પાયા પર મંદિર રચાયુ છે. અને લ્‍યો ! બહાર પગ પડતાં નજરે પડે છે. અદભૂત મનોરમ્‍ય શિલ્‍પ-સમૃ‍ધ્ધિ ! જાણે કોઈ પૂર્વ કે દ‍ક્ષિ‍ણના મંદિરના ભુલા ન પડતા હોઈએ. ! ખૂણે ખૂણો ખીચો ખીચ કળાથી મઘમઘે છે. હારબંધ વિષ્‍ણુ, શિવ, બ્રહમા, લક્ષ્‍મી, પ્રાણીઓ, આપણને જોતા ગેલમા આવી જાય છે. છલાંગ મારતા સિંહ નીચે હાથી છે. તો ઉન્‍નત પયોધરો વચ્‍ચે વળાક લેતી માળાથી સૌંદર્ય-નિખારતી કમલીની છે. દાઢીવાળા બ્રહમાજી પોતાના સ્‍ટાઈલથી નિર્માણ તરફ અનુકંપા ભરી નજરે જોતા માળા ફેરવે છે. વચ્‍ચે ગોખલામા શંકર સ્‍ટાઈલથી વિષ્‍ણુ ડાબા પગ પર લક્ષ્‍મીને બેસાડી આત્‍મ-રતિ સ્‍વરૂપમાં વિલસતા દેખાય છે. તેમનું આ સ્‍વરૂપ આપણા રોમાંચ ઉત્‍તપન્‍ન કરે છે. તેમનું રતિ સ્‍વરૂપ પણ આપણને નિજ-સ્‍વરૂપમાં પ્રવેશવા ઢંઢોળે છે. બાજુમાં ગરૂડ પોતાના માલિક ની મસ્‍તીમાં નહાતો પાંખો ફફડાવી “સજાગ” આનંદ વ્‍યકત કરે છે. તેમના નીચે ગાયકવૃંદની નાની-નાની આકૃતિઓ આપણને મુગ્‍ધ કરે છે. નાના હાથીઓની મૂર્તિઓ તો ખૂણે-ખૂણે વેરાયેલી છે. કયાંક પક્ષીઓ અને વાનર પણ ડોકીયાં કરી જાય છે. નીચે ગોખલાઓમાં કોતરકામ પૂરી નાંખ્‍યુ લાગે છે. શા માટે ? મંદિર શિખર તરફ આગળ વધે છે. તેમ નાના મંદિરના ગુંબજની પ્રતિકૃતિઓનો મેળો જાય છે. ઉતંગ મંદિર મનને હરી લે છે. તેનો સમગ્ર પૃષ્‍ઠ ભાગ શિલ્‍પ સ્‍થાપત્‍યના સૌંદર્યથી છલકાય છે. ત્‍યાથી ખસવાની ઈચ્‍છા જ નથી થતી. આ શિલ્‍પ ન જોયું હોત તો આંખોનો જન્‍મ નિષ્‍ફળ ગયો હોત તેવું લાગે છે. મંદિરની ઐતિહાસીકતા જે હોય તે, પણ તેની કળાકારીગીરી આપણને હિન્‍દુ જૈન પરંપરામાં લઈ જાય છે. અને પથ્‍થરના કોમળ સૌંદર્યમાં તરીએ છીએ.

છતરડી-ભુજ

ડિસેમ્બર 22, 2007

v     છતરડી-ભુજ

 

મહાદેવ નાકો બહાર આવેલ રાજકુટુંબની છત્રીઓએ વિષ્‍વના કળાપ્રેમીઓનુ ધ્‍યાન ખેચે છે. દેશ વિદેશથી લોકો તેના કળા વૈભવને માણવા આવે છે. અને તનાથી તર બને છે.

 

      વિવિધ છતરડીઓ રાવ લખપતજીની છતરડી સ્‍થાપત્‍ય શિલ્‍પનો શ્રેષ્‍ઠ નમુનો છે. લાલ પત્‍થરથી બાંધેલા આ છતરડીઓ મા મધ્‍ય રૂમની આસપાસ ફરતી ચાલી છે. તેના દરેક ખુણા પર થાંભેલા છે. જેના પર શિલ્‍પોનો ભંડાર છે. બહાર – અંદર- ઉતર – નીચે વિવિધ મૂર્તિઓ આપણા ચિત પર છવાઈ જાય છે. અને એક કલ્‍પનાસભર જગતમાં આપણે વીચારીએ છીએ.

 

થાંભલાઓ પર દ્રશ્યમાન છે. હનુમાન ગણેશ વિષ્‍ણુ બ્રહમા સૂર્ય વગેરે દેવો તો તેમની સાથે નિવાસ કરે છે. સાધુઓ મંજીરા વગાડતા ભકતો બ્રહમાણો નૃત્‍યમગ્‍ન નર્તકીઓ તંબૂરમાં સમાધિસ્‍થ સંગીતકાર કે ય‍ક્ષિ‍ણીઓ તે આસપાસ હાથીની સૂંઢને યાદ અપાવતી વળાંકાદાર કમાનો પાસે આત્‍મરત છે. થાંભલાની નીચે પણ વિવિધ દેવોની મૂર્તિઓ બે હાથીઓની લડાઈ નર્તકીઓ ગાયકો વીણા મૃદંગ, ઝાઝ, તબલા ઢોલ, શરણાઈ, શિતાર, તંબુર વગેરે વાધો વગાડતા સ્‍ત્રી-પુરૂષો, રથ અને માથે સૂર્ય જેવલ ચહેરો, બળદ પર બેઠેલો શંકર, બાણાવાણી પશુ પક્ષીઓ કે સામાજીક દ્રષ્‍યોનાં પ્રતિકરૂપ વાળ હોળતી સ્‍ત્રી, અટારી પર બેઠેલા ફિરંગી સ્‍ત્રી, ફરંગી ધોડેસવાર, બજાણીઆ ત્‍યા દેખાય છે. આ બધુ જોતા દષ્‍ટા અને દ્રષ્‍ય એકાકાર થઈ જઈ વિલિન થઈ જાય છે. અને રહે છે. માત્ર શુધ્‍ધ દર્શન.

 

બાજુની છત્રીનુ પીળા પત્‍થરની બાંધેલા છે. તેનુ કોતરકામ-રજપુત-ઈસ્‍લામી શિલ્‍પનુ મિશ્રણ ધરાવે છે તેનુ ચુંબકીય આકર્ષણ આપણને તેના નજીક જવા પ્રેરે છે.

 

ત્‍યા દેખાય છે. અનામી શિલ્‍પઓના મૂદુ-કોમળ ટાંકણા વડે ધડાયેલ, લાલિત્‍યમય, આપણા સમગ્ર  અસ્તિત્‍વને રસતરબોળ કરતી ઝીણી નકશીયુકત કોતરણી, કઈ જાળી જોવી ને કઈ નહી તેમા દષ્‍ટા મુંઝાઈ જાય છે. નાનકડી આંખમા કેટલું સૌંદર્ય સમાવવુ મીઠી મુંઝવળ મંત્રમુગ્‍ધ બની તેની પરીક્રમા કર્યા કરે છે. તમાંની કૂંડા પરની ડાળી ફૂલો આસપાસ ફરતી વેલ જેવી બાંકેબિહારી ડાળીઓ, વેલબુટીઓ, કિનાર પરની પંચકોણી આકૃતિઓ, આસપાસ સીધી-સાદી, સૌંદર્ય-મંડિત થાંભલીઓ જોઈ ચકિત થવાય છે. સ્‍તંભો પરના પંડપુજો માથી પ્રસરતી સુગંધ માણી મત બનીએ છીએ.

 

આ નકશીકામ જેવી કોતરણીમાં પણ પોપટ, પંખવાળા સિહ, વાનર, મોર, હાથી, સંગીતજ્ઞ, મહાવત, તારા, પંખો ચલાવતી દાસી, ગંધર્વો અને રાધેશ્‍યામની ફેરફુદરડી ફરતી આકૃતિઓ કળાના ઝવેરીને ધન્‍ય ધન્‍ય કરી દે છે. પાછળ ઉભેલ નાનકડાં મંદિરની કળાત્‍મક જાળી પણ ધ્‍યાનાકર્ષક છે.

           દરેક છત્રી સૌંદર્ય, જયોત છે. તેની વચ્‍ચે ફરતાં એક સ્‍વપન સૃ‍ષ્ટિ ઉભી થાય છે. છત્રીના સ્‍તંભોની રચના, ધાટ, કોતરણી,ઘુમ્‍મટ તથા વપરાયેલ વિશાળ શિલાઓ મુગ્‍ધ કરશે છે. દેવતાઓ, પશુઓ, કરાળમૂખો, વગેરેના સમૂહો વચ્‍ચેથી પ્રગટ થતાં કોમળતા, રસિકતા, આનંદ, ઉમળકા, લાવણ્‍ય, રૂચિ, રસ, રંગ, અને કળાના મિશ્રભાવો વડે અંતર આનંદથી નાચી ઉઠે છે. શિલ્‍પ શોભાનોમા કયાક અજંતાના મધુર વળાક છે. તો મૂર્તિકળામા ઈલોરાની મુદ્રાઓના દર્શન થાય છે. શિલ્‍પ કળાધરોએ ચક્ષુપ્રીય, સંકેતયુકત, વૈભવયુકત, અને ગત્‍યાત્‍મક આકૃતિઓનુ ર્નિમાણ કર્યુ છે. જીર્ણ કલેવરની કાયા ઢંઢોળવા આવી ચડનાર કોઈ કળાકાર તેની આ કળા-કારીગીરી જોઈ મુગ્‍ધ બની ઉઠે છે. અને સ્‍તંભો પરની નૃત્‍ય મૂર્તિઓ સાથે નૃત્‍ય કરી ઉડે છે.

દરબાર ગઢ – ભુજ

ડિસેમ્બર 22, 2007

v     દરબાર ગઢ

 

 ભુજ આવતા પ્રવાસીઓનુ મુખ્‍ય આકર્ષણ છે. ભુજનો દરબાર ગઢ જેમાં પ્રાગમહેલ,ટાવર, આયના મહેલ વગેરે છે.

 

        પાડેસ્‍વર રોડથી સ્‍વામીનારયણ મંદિરની પાછળના રસ્‍તે જતા ડાબી બાજુ દરબારગઢનો દ્રાર આવે છે. તેના સામે ઉભા રહો કે તેના સોંદર્ય કમળની અનુભુતિ થાય છે. ઇતિહાસનુ મુક સાક્ષી આ દરવાજો જયા ભુતકાળમાં પ્રસરેલા સંગીતના સુરો આજે પણ હવા માં ગુંજે છે. તે જાણે બારીઓની આસપાસ થીજી વિવિધ આકાર ધારણ કરી બેઠા છે. દરવાજા પર બન્‍ને બાજુ પશુ પ્રાણી ગંધર્વ દાસ દાસીઓ પરીઓ તેમની ઉપરની કમાન અને નીચે ની ફુલ વેલની આકૃ‍તિઓ વચ્‍ચે આનંદ થી વિલસતા દેખાય છે. તેના કઠોળા પણ ઇસ્‍લામી રજપુત કરાના સંગમ રૂપ ત્રણ દોઢીઓ છે. અંદર પ્રવેશતા ઉપર લાકડાનુ કોતરકામ આંખોને ખેચી રાખે છે.    

 

    અંદર આગળવધી ડાબી બાજુ  વળો છો અને સામે ઉભો રહે છે. અને ગગનને અનંબવાની આકાંક્ષા રાખતો માનવી પ્રતિભાની ઉતુંગતા દર્શન કરાવતો એક “સામાન્‍ય” માલમની કળાપ્રીતભાનો નમુનારૂપ  ટાવર અને પ્રાગમહલ ઇટાલીયન શૈલીના  વીરાટ ટાવર આગળ આપણે એક ક્ષણ વામણાપણુ અનુભવીએ છીએ. પણ બીજી પળે તે જ માનવીની બુધ્‍ધી પ્રીતભાનુ ભાન કરાવે વછે. વીશાળ પથ્‍થરોને કસી ટાપટીપ વીના કલાત્‍મક રીતે ગોઠવી બારીઓ પર સાદા રેખાંકનો અને ઉપર નાના ગોખપર પરથી આપણી દ્ર‍ષ્ટિ શીખર તરફ દોરે છે. જમણી બાજુ ચર્ચના મીનારા જેવુ બાંધકામ જેમા નાની દેખાતી બારીઓ તેની શોભા વધારે છે તેના પર ઉભી ભેજની ક્ષીતિજો માપવા જેવી છે. દર ૧૫ મીનીટે સમયની ક્ષણીકતાનુ ભાન કરાવતા ઘડીયારવાળુ ટાવર પોતે કળાની છાતી પર ગૌરવ ભરી મુદ્રાથી ઉભુ છે અને ભવય ભુતકાળને મુંગુ મુંગુ સમરે છે.

 

       બાજુમા મહેલમા પણ વિવિધ રેખાંકનો આકૃતિઓ વગેરેથી દરેક ઓરડા શોભેછે. જાણે જોયાજ કરીએ તેની રેશમી દીવાલો પર જાણે હાથ ફેરવ્‍યા કરીએ. બારીઓની જાળીઓના ઝીણા રેખાંકનુ કળાની ખુબી વયકત કરે છે. વચ્‍ચે ડીઝાઇનો ઉપરના અર્ધગોળાકારમાં પ્રાણીઓ મોર વેલ જેવી ડીઝાઇનો પણ કલાકારની સુક્ષ્‍મ દષ્ટિ અને કુશળતાના દર્શન કરાવે છે. કયાક તો ચાઇનીજ ડ્રેગન જેવા ચહેરાવાળા પાંખવાળા પક્ષીઓ ધ્‍યાન ખેચે છે.

 

        પ્રાગમહેલની સામેના દરવાજા માથીઅંદર આવીએતો આયના મહેલ છે. પ્રવાસીઓ તે પહેલા જમણી બાજુ બે જાળીઓનુ કોતરકામ આપણને આનંદ વીભોર બનાવી બનાવી જાય છે. અંદર જવાના નક્ષી કામની પુર્વભુમીકા અહી બંધાય છે. કોતરકામ ની નાજુકાઇ સુક્ષ્‍મતા,સફાઇ આપણા અવ્‍યકત નિર્વચનની તથા સંપુર્ણ પણે અનુભવી શકાય તેવા છલોછલ આંનંદ ઉત્‍પન કરે છે.જેમાથી નહાતા નહાતા આપણુ આયના મહેલમાં પહોચીએ છીએ.

         તેમા પણ સરસ કોતરકામ નક્ષીકામ વગેરે છે પણ તેના સીતમોલ લાકડાની ગોડવણી નોધનીય છે. બારીઓ પણજોવા જેવી છે. આ દરબારગઢનો સમગ્ર વિસ્‍તાર સ્‍થાપત્‍ય તેની દ્રષ્ટિએ ઘણો દર્શનીય છે. જે રાજાઓ અને કલાકારોની કળાદ્રષ્ટિના સંગમનુ પ્રતિક છે.

ભુજનુ સ્‍થાપત્‍ય અને સોંદર્ય  

        સ્‍થાપત્‍ય એ થીજી ગયેલુ કાવ્‍ય છે. એમ કોઇ સોંદર્યવેતાએ કહયુ છે આ વાત સાચી છે. સ્‍થાપત્‍ય એ સોંદર્યની પુંજ છે. તેને જેટલુ માણતા આવડે તેટલી તેની અનુભુતિ સઘન થાય છે. અને આનંદના મહાસાગરમાં તરવાનો જીવવાનો પરમ લાભ મળે છે.

 

        સામાન્‍ય રીતે કચ્‍છને રણ કહેવાય છે. તે અર્ધ સત્‍ય છે. કચ્‍છ રણ નથી કચ્‍છમાં રણ છે. એક નાનકડો વિસ્‍તાર બાકીનો પ્રદેશ લોકોના હૈયા અને તેની ભાવનાઓથી હરીયાળો છે. તે સાથે સ્‍થાપત્‍ય અને શિલ્‍પથી કચ્‍છનો ખુણેખુણો જગમગે છે. કોઇ વેરાન કે નિર્જન જગ્‍યા પર મંદિર, મસ્જિદ કે વાવ નુ સથાપત્‍ય તે સ્‍થળને શોભા આપે છે.

 

        ઈતિહાસમા પણ કચ્‍છની સ્‍થાપત્‍ય કળા વિકાસમા ફાળો આપ્‍યાની નોધ લઇએ તો દક્ષીણની મણીમેખલા નામની તામીલ કથામાં કચ્‍છના સ્‍થપતિઓએ દક્ષીણમાં મંદિરો બાંધ્‍યા હતા એવો ઉલ્‍લેખ છે. વળી કચ્‍છની પ્રા‍ચિનતાના કારણે ગુપ્‍ત કાળથી સોલંકી કાળની શિલ્‍પ તથા સ્‍થાપત્‍યની અનન્‍ય શૈલીની મહત્‍વની કળીઓ પણ અહીથી મળે છે. તેવુ નિષ્‍ણાંતો કહે છે.

         કચ્‍છના કોટાય, કંથકોટ, આયનામહેલ વગેરેના સ્‍થાપત્‍ય – શિલ્‍પો તો હવે વિસ્‍વ વિખ્‍યાત થવા લાગ્‍યા છે. તેઓ સંશોધન અને આકર્ષણના કેન્‍દ્ર બન્‍યા છે. તે વિષે  ટુંકમા લખવુ કઠીન છે. તેથી વિષયને મર્યાદીત કરી અહી કચ્‍છના પાટનગર ભુજના સ્‍થાપત્‍ય – શિલ્‍પો વીષે જ જણાવવાનો પ્રયત્‍ન છે. વળી તેનો ઈતિહાસ અને પુરાતત્‍વને બાજુમાં રાખી તેમા જે સોંદર્ય છુપાયેલુ છે – જે જોવા છતા કયારેક નથી જોઇ શકાતુ માત્ર છીછરૂ દર્શન થાય છે – તેને વાચા આપવાનો પ્રયત્‍ન છે થોડા ઉંડાણથી જોવાની છુપી વીનંતી છે. બીજુ, આપણી આસપાસ વેરાયેલ સોંદર્ય તરફ ધ્‍યાન જાય તે બીજો હેતુ છે. ભુજમાં પણ અગણીત સ્‍થળે સ્‍થાપત્‍ય ના નમુના છે : તે નમુનાજ દર્શન માટે જ પસંદ કર્યા છે અને કેટલાકનુ અંગુલી નિર્દેશ કર્યો છે તે બધાને  “જંમ્‍પીગ બોર્ડ” બનાવી, બીજાને શોધી નિરખવા જોઇએ તેવી અવ્‍યકત કામના પણ છે સોંદર્યની અખીલાઇનુ આછુ પાતળુ ભાન, તેની જાગૃતિ, આપણને આંનંદ લોકમા લઇ જશે. તો,ચાલો, ભુતકાળના ભવ્‍ય સોંદર્યધામોમાં ભુલા પડવાનુ નિમંત્રણ છે.

શ્રી કાન્તિ પ્રસાદ ચંદ્રશંકર અંતાણી.

      માં તમારો પુત્ર હિરો છે. હિરો  તમારી કુખે હિરાને જન્‍મ આપ્‍યો છે. આ શબ્‍દો બોલનાક હતા ભારતના શ્રેષ્‍ડ માનવી મહાત્‍મા ગાંધી. ૧૯રપ માં કચ્‍છની મુલાકાત વખતે તેમણે શ્રી કાન્તિ પ્રસાદ અંતાણી વિશે તેમના માતૃ શ્રી ચંચળ બહેનને ઉપરના શબ્‍દો કહયા હતા માત્ર ર૩ મે વર્ષે આ  અંજલી કાન્તિ પ્રસાદને મળી ગઇ આ જ પ્રકારના શબ્‍દો કચ્‍છના મહારાવ શ્રી વિજયરાજજીએ પણ ઉચ્‍ચાર્યા હતા.

 

        કાંન્તિ પ્રસાદ અંતાણીનુ જીવન હેક સતત કર્મયોગીનુ દર્શન હતુ. યુવાવસ્‍થાથી કચ્‍છ માટે તેઓ સતત ઘસાયા તેના વિકાસ માટે યા દર્દો દુર કરવા પગે, ગાંડા યા  ઉટ  જેવા પ્રાથમીક સાધનોથી કે મોટર થી દોડયા. સતત કચ્‍છનુ વાહેર જીવન નૈતિક મૂલ્‍યોથી સભર બને તે માટે ” કચ્‍છલોક સેવા સંઘ ” જેવી સંસ્‍થા સ્‍થાપી નૈતિક મુલ્‍યો ધરાવનાર જાહેર સમાજ  સેવકો ઉભા કરવાનુ સ્‍વપ્‍ન તેમને સાકાર કરવાનો પ્રયત્‍ન કર્યો.. નવનિર્માણનો પવન ફુકાયો ત્‍યારે કચ્‍છનુ નવનિર્માણ કેમ કરવુ તેનુ આયોજન સખત મહેનત પુર્વક તેઓએ કર્યુ તત્‍કાલીન ડહોળાયેલા અને ભ્રષ્‍ટ રાજકારણમાં નિષ્‍કામ નિર્મળ  ‍િનડર સાદા રાજકારણી તરીકે બધાને દીવાદાંડી રૂપ બની રહયા અને માર્ગદર્શન પુરૂ પાડયુ અને તેઓ કર્મયોગી અને કર્મવિર રહયા.

         આ કર્મયોગી શ્રી કાન્તિ પ્રસાદનો જન્‍મ  કચ્‍છના પાટનગર ભુજમાં તા, ૧૯ મી નવેમ્‍બર, ૧૯૦રમાં થયો તેમને ગળથુંથીમાં કર્મયોગ અને નિડરતાનો વારસો મળયો હતો. તેમના પરદાદીને તેના પતિએ ઘરમાથી કાઢી મુકયા હતા. અને ભરણ પોષણ માટે પૈસા આપતા ન હતા. ત્‍યારે તેમને કચ્‍છના રાવદેશળજીનો રથ પકડી ન્‍યાય માંગેલો તે જમાનામા આ અસાધારણ  હિમત ગણાયેલી. તેના પુત્રો શ્રી દયારામ અંતાણીએ ૧૮પ૭ના સંગ્રામમાં કચ્‍છ વતી ભાગ લીધેલો કાન્તિ પ્રસાદના પિતા ખુબ કડક વહીવટ દાર હતા. રાજા કે જાગીરદારો સામે જયારે જગડવુ પડયુ ત્‍યારે નિડરતા પુર્વક તુમણે કામ લીધેલુ માતા ખુબ ધા‍ર્મિક સ્‍વભાવના, કુટુંબ પ્રેમી તથા નિડર હતા. ગાંધીજીને જયારે તેઓ મળયા અને ચરણસ્‍પર્શ કર્યો ત્‍યારે ગાંધીજીએ કહયુ કે “હવે તમે નહાસો? હુ તો હરીજનનો માણસ છુ. ” ત્‍યારે ખુબ જ શાંન્તિ અને સ્‍વસ્‍થતાથી જવાબ આપેલો “હા અંદર જઇને માથાબોળ નાઇશ આપ જેવા પુજય સંતના ચરણથી હુ ખુબ પાવન થઇ છુ. સાથે મારો વૈદિક ધર્મ પણ પાડવો રહયો હુ બન્‍ને કરીશ” ‍િનડર જવાબ હતો.ગાંધીજીએ પણ તેમનો જવાબ આદર પુર્વક સ્‍વિકાર્યો  તેઓ ઇચ્‍છા મૃત્‍યુને વર્યા હતા. “દેવશય્‍યા અગિયાસના મરીશ” એવુ કહેલુ અને ત્‍યારે જ તે મરેલા આવા નિડર અને વહીવટ કુશળ કુટુંબમા; કાન્તિ પ્રસાદનો જન્‍મ થયો.

        છ માસ થયા હશે ત્‍યારે  ‍િપતાની બદલી માંડવી તાલુકામાં સાંભરાઈ ગામે થઈ. તે સમયે મુસાફરી ગાડામાં થતી. ગાડામાં પતિ-પત્‍ની અને આ બાળક જતા હતા ર‍સ્‍તા પણ બરાબર હતો ગાડું સરળતાથી જતુ હતુ છતા. અચાનક, કોઈ કારણ ન હોવા છતા, બાળ-કાંતિપ્રસાદ  ‍િપતાના ખોળામાંથી ઉછળી રસ્‍તાની બાજુના ખાડામાં પડયા. માતા-‍ ‍િપતા ગભરાઈ ગયાં. ગાડું ઉભું રખાવી નિરાશ રદયે દોડયાં. છ માસનુ કુંમળુ બાળક અને પથરાળું રસ્‍તા પર પડી બચે તેવી જરા પણ આશા ન હતી પણ કુદરત તેને  જીવાડવા માગતી હતી. ભવિષ્‍યમાં તેની પાસે ઘણું કામ લેવું હતું જોયુ તો બાળક ખાડામાં ખિલખિલાટ હસ્‍તુ હતું તેઓ અદભુત રીતે બચી ગયા.

  

        કાંતિપ્રસાદ નુ બાળક વિ‍વિધ ગામડાઓ માં વિત્‍યુ પિતાની બદલી વારંવાર થતી હતી ગુંખાળા વાગડ, વગેરે સ્‍થળો તેઓ ગયા આ સ્‍થળો એ તેમળે પ્રાથમિક શિક્ષણ લિધુ આ વખ્‍તે ગામડાઓ જાગીર દારી પધ્‍ધતિમાં રચાયેલા હતા તેની અસરો ગ્રામ્‍ય જનો પર પુરી હતી જાગીરદારો નો ઠઠારો. જાગીર નો ઠઠારો. અમલદારોનો વ‍સ્‍તીનો માનસિક રીતે પછાત પણુ આબધાની છાપ અદશ્‍ય રીતે તેમના પર પડતી રહી.જાગીરદારોની. ખટપટ, તેમના પિતાની કસોટીઓ વહીવટ દશા રહેણી કહેણી આ બધુ તેમને જોવા મળયું

        વાંઢિયા ગામે પ્રાથમિક ‍શિક્ષણ પુરૂ કર્યો અંગ્રેજી શિક્ષણ માટે ભુજ આવ્‍યા દાદા સાથે રહયા તેમના મૃત્‍યુ બાદ કાકા સાથે રહયા. એકાદ શાળા બદલી શાળાની કારકેદી જરાપણ તેજસ્‍વી ન હતી હા, તો.ફાનોમાં અગ્રળી હતા કાકાની બદલી થતા માંડવી ગયા ત્‍યા જી.ટી હાઈસ્‍કુલમા પણ અભ્‍યાસની દ્રસ્‍ટીએ સામાન્‍ય જીવન પસાર કરતા હતા.

         પરંતુ જાહેર જીવન માં ભાગ લેવાનુ સરૂઆત જી.ટી શાળા માથી થઈ એવુ કહીશકાય ત્‍યા તેમણે મહેનત કરી વિધાર્થી એસોશિએસન સ્‍થાપ્‍યુ કચ્‍છના ઈતિહાસમાં આ પ્રથમ વિધાર્થી એસોશિએસન હતું વિધાર્થી ઓ ને જાગૃત કરવાના તેમણે પ્રયત્‍નો કર્યા એનો પરિણામ એ આવ્‍યુ કે શાળા ના આચાર્યા ની નજરમા આવી ગયા આચાર્યા એ તેમને ધમકી આપી અને બન્‍ને વચ્‍ચે બોલચાલ થતા કાંતિપ્રાસદએ હમેશ માટે શાળા છોડી અને માંડવી થી ભુજ ચાલ્‍યા આવ્‍યા ઉસ્‍કેરાટ એવો હતો કે તે અને તેના મિત્ર માંથી ભુજ ૩૬માઈલ પગે જ આવ્‍યા આ પ્રસંગથી તેમનુ શાળા પુરૂ થયુ. આ વખતે તેઓ ૧૭ વર્ષના હતા.

આ સમય દરમ્‍યાન (૧૯૧૯) તેઓ ભારતીય સ્‍વાતંત્રય ચળવળ પ્રત્‍યે આકર્ષાયા પ્રથમ પગલારૂપે તેમણે સ્‍વદેશી વસ્‍ત્રો પહેરવાનુ વ્રત લીધું શિક્ષકની નોકરી સ્વિકારી પણ તેમણે મુખ્‍ય કાર્ય કર્યુ લોક સંર્પક વધાકવાનુ કચ્‍છમા થતા વિવિધ મેળાઓમાં જઇ તત્‍કાલીન રાષ્ટ્રિય નેતાઓની છબીઓ વહેચી લોક સંર્પક વધાર્યો કચ્‍છ સેવા સમાજની પ્રકૃતિઓ માટે વિસ્‍તૃત પ્રવાસ કર્યા. શાળામાં તેના બદલે જૈન મુની જય વિજયજી છોકરાઓને ભણાવતા અને તેઓ લોક સંર્પક તથા લોક જાગૃતિની પ્રવૃતિઓ કરે  પણ ખબર પડતા છેવટે નોકરી છોડવી પડી.

 

        ૧૯ર૧માં કોંગ્રેસની પ્રવૃતિ શરૂ કરી કાઠીયાવાડ રાજકીય પરિષદમા પણ ભાગ લીધો. નેતાઓનુ પરિચય કર્યો જીલ્‍લાની સીંધને બદલે ગુજરાત કોંગ્રેસમા મુકાય તેમાટે પ્રવૃતિઓ કરી. તેઓ કોંગ્રસના આજીવન કાર્યકર બન્‍યા.

 

        આ દરમ્‍યાન વિવિધ નોકરીઓ ચાલુ હતી તુણામાં પાછા શિક્ષક તરીકે જોડાયા અને નોકરીની ગુલામી ત્કયારે તેમણે સ્વિકારી નોતી. તેને ભરણ પોષણના સાધનો તરીકે માત્ર સ્વિકાર્યુ છે. પણ જયારે સ્‍વમાન ભંગ ઉભો થવાનો પ્રસંગ થયો છે, ત્‍યારે તેને એક ઝાટકે છોડી દીધી છે. તુણાની  શાળાના ટ્રષ્‍ટીના મુનીમે ટોણો માર્યો “કાંતિપ્રસાદ તમે નોકર છો તે ખ્‍યાલ રાખજો” અને તે જ પળે તેમણે નોકરી છોડી અને વળતી ગાડીએ અંજાર ચાલયા આવયા પાછળથી ટ્રષ્‍ટીએ સમજાવ્‍યા ત્‍યારે દ્બઢ જવાપ આપ્‍યો : શેઠ માણસે જીવનમા કા માયા વિસ્‍તારતા શીખવુ અથવા શંકેલી લેવી તે હું શંકેલી લઉ છુ. ટ્રષ્‍ટીની વિંનતી ભરી સમજાવટ છતાય તે ન જોડાયા.

 

       કોંગ્રેસની પ્રવૃતિઓ અને નેતાઓ સાથે સંર્પક ચાલુ હતો. વિવિધ અને વિસ્‍તૃત પ્રયાસો પણ કરતા હતા. વલ્‍લ્‍ભ ભાઇ સાથે તેમનો સંર્પક થયો. ત્‍યાર સુધી તેમને કોંગ્રસનુ વેતન મળતુ હતુ તે છોડી સરદાર પટેલ સમક્ષ ૪ જીવન વ્રતો લીધા : (૧). પ્રલોભન કે મુશ્‍કેલીમાં કચ્‍છ ન છોડવુ. (ર). સરકારી કે રાજયની નોકરીમાં ન રહેવુ. (૩). યોગક્ષેમ માટે નોકરી કરવી (૪). કોંગ્રેસને વફાદાર રહેવુ. માત્ર ૧૯ વર્ષની નાની વયમાં જયારે સામાન્‍ય રીતે યુવક ભવિષ્‍યના મનોરમ્‍ય સપના સેવતો હોય ત્‍યારે આ કચ્‍છના સેવાના કઠોર અને અસીધારી વ્રતો તેમણે સ્‍વિકાર્યા આવેસમા આવી કે સરદારને ખુશ કરવા આ વ્રતો તેમણે ન લીધા પણ ચિંતન બાદ તે લીધા હતા. આ વ્રત તેમણે અંત સુધી પાળયા છ. કયારે કચ્‍છ છોડયુ નથી તે માટે M.L.A./M.P નુ પદ મળયુ છતા તે ન સ્વિકાર્યુ હંમેશા ખાનગી નોકરી કરી છે. છેલ્‍લે સુધી કોંગ્રેસને નિવૃત હોવા છતા વફાદાર રહયા

 

કોઇ વ્‍યકિત જીવનવ્રત લે કે તેના પ્રલોભનો કે કસોટી નડે જ કાંતિ પ્રસાદ તેનાથી બાકાદ ન રહયા. આ દરમ્‍યાન તેઓ જાણીતા નેતા બની ગયા સરદાર ઉપરાંત મોતીલાલ નહેરૂ, c.r.dash, માવડકર ઇન્‍દુલાલા યાજ્ઞીક અને મહેર અલી જેવા વિખ્‍યાત નેતાઓ સાથે સંર્પક પુરતો થયો હતો એટલે કચ્‍છના મહારાવની નજરમાં આવી ચુકયા હતા. મહારાવ સાથે સંઘર્ષ થવા છતા સંબધ મીઠા હતા. મહારાવને થયુ કે આ માણસને રાજયની નોકરી માં લઇ લસધો હોય તો તેની શકિતનો લાભ મળે અને તે હાંત થઇ  જાય તેથી તેણે તેના પિતાની જગ્‍યાએ  નિમાવવાનુ નકકી કર્યુ. હોદાવાળી જગ્‍યા હતી માન મરતબો પણ રહે તેમ હતુ. રાવે દિવાન દ્રારા આડકતરી રીતે તેમને કહેણ મોકલ્‍યુ કાંતિપ્રસાદે વિચારવામા પડી ગયા. એક બાજુ મહારાવની સુચના તો બીજી બાજુ વ્રત છેવટે તેઓ મહારાવને રૂબરૂ મળવા ગયા અને તેમને સુચના મોકલી હતી. કે એ મતલબનુ પુછયુ મહારવે હા પાડી કાંતિપ્રસાદે કહયુ “બાવા(કચ્‍છના રાવ માટે માન સુચક શબ્‍દ કચ્‍છીમાં), આપ મારી એક વાત સાભળો અને સમજો અને જવાબ આપો તો નોકરી સ્વિકારૂ” મહારાવે રજા આપી તેમણે વ્રતની વાત કરી મહારાવ ઉંડા વિચારમાં પડી ગયા  મહારાવ પણ ઉંચા કુળના ઈંસાન હતા તેપણ મુઝાઇ ગયા. કચ્‍છના રાજાઓનો શિરસ્‍તો હતો કે જાહેરમા પાઘડી પહેરી રાખવી અને પછી ભલે સામે એક જ વ્‍યકિત હોય રાવે મુઝવણમાં તે ભુલી ફેંટો ઉતારી માથુ ખંજવાળીયુ. ઘણી વારે તેમણે જવાબ આપ્‍યો “કાંતિપ્રસાદ હું ઇચ્‍છુ છુ કે તમે તમારૂ વ્રત ન તોડો પણ તમને હુ એક વધુ વ્રત આપુ છુ” કાંતિપ્રસાદ ખુશ થયા. બોલો મહારાવે કહયુ તમે રાજય પ્રત્‍યે ઇમાનથી વર્તજો કાંતિપ્રસાદે તે વિજયથી સ્વિકાર્ય પણ સિફત થી તેઓ કસોટી માથી બચી ગયા બીજા નેતાઓ પાછળ થી એક પછી એક રાજયને પદ સ્વિકારતા આવ્‍યા ત્‍યારે આવા પ્રલોભનો વચ્‍ચે કાંતિપ્રસાદ અડગ રહયા હતા. 

 

કચ્‍છ ધીમે ધીમે જાગૃત થયુ હતુ કાળ પોતાની કરવટ બદલતો હતો. આ વખતે ભારતમાં મહાત્‍માં ગાંધી વિખ્‍યાત બની ગયા હતા. તેમને કચ્‍છમા આમંત્રણ આપવુ એવુ વિચાર્યુ  મહારાવ ખેંગારજીની સલાહ પુંછાઇ. મહારાવને ગાંધીજી આવે  તે પસંદ ન હતુ. પણ તે ના ન પાડી શકયા જુદા જુદા બહાના કાડયા પણ છેવટે સહમત થયા કારણ કે ગાંધીજીને પુછતા  તેઓ મહારાજની અનુકુળતાએ આવવા તૈયાર થયા હતા ગાંધીજી આવે તે મહારાવને આંતરીક રીતે ન ગમે તેથી ગાંધીજી આમત્રણ આપવા કોઇ તૈયાર ન થયા મહારાવનો આડકતરો ખોફ વહોરવો પડે છેવટે કાંતિપ્રસાદે તે જવાબદારી સ્વિકારી અને પ્રથમ તેઓ મુંબઇ ગયા અને તેમને મળયા પછી બિહાર ગયા અને આમત્રણ સિવકાર્યુ

 

   મહાત્‍માજી આવવા તૈયાર થયા તેમના સ્‍વાગતની તૈયારીઓ થઇ તેમા અગ્રણ્‍ય કાંતિપ્રસાદ રહયા. અહી સુધી બધી તૈયારીઓમા તેઓ રહયા મહાત્‍માજી  આવ્‍યા તેમને ઘણી મુશ્‍કેલીઓ નડી હરીજનોના પ્રષ્‍નોને માનસિક રીતે સહન કરવુ પડયુ આ વખતે રાત દિવસકાંતિપ્રસાદ તેમની સેવામા ખડે પગે ઉભા રહયા. ગાધીજી પણ આ યુવકની પ્રતિભા અને સેવા વૃતિ જોઇ ખુશ થયા વલ્‍લ્‍ભભાઇ પણ તેમની સલાહ મુજબ વર્તતા કચ્‍છનો પ્રવાસ પુરો કરી ગાંધીજી જામનગર જવા ઉપડયા સર્વે આગેવાનો તેમને મુકવા તુણા બંદરે ગયા ગાંધીજીએ કાંતિપ્રસાદને અંગત ચર્ચા માટે પોતની સાથે લીધા અને જામનગર થી રાજકોટ પ્રવાસમાં તેમની સાથે કચ્‍છની સમસ્‍યાઓની ચર્ચા કરી તેમનાથી છુટા પડતી વખતે  ઇસ્‍વર તમારૂ ભલુ કરે તેવા ઉમળકાથી મસ્‍તક પર હાથ મુકી આર્શિવાદ આપ્‍યા.કાંતિપ્રસાદના જીજનમા આ ધન્‍ય ઘડી હતી. પોતે જેને આદર્શ માનવી માન્‍યા તા તેમના અને વલ્‍લભભાઇના સાનિધ્‍યમાં તેમને પુરતુ બળ મળયુ બન્‍ને તેની કદર કરી મહાદેવભાઇએ પણ તેમની ડાયરીમાં તેમનો ઉલ્‍લેખ કર્યા છે.

 

આ પણ સિધ્ધિ પાછળ મુશ્‍કેલી હતી તે વખતનો સમાજ  તદન જુનવાળી કાંતિપ્રસાદ અને બીજા ચાર જણ હરીજનોનો સાથે બેસે એ નાગર જ્ઞાતિના વડીલો (?) થી સહન ન થયુ. પરીણામે એ પાંચ ને નાત બહાર કર્યા. આજે આ બાબતને જરા મહત્‍વ ન લાગે પણ તે વખતે મોટો બનાવ હતો અલબત આ મસ્‍તરામોને તેની જરા પણ ન હોતી પડી.પણ તે કોટુમ્‍બીક અને સામાજીક મુશ્‍કેલી ખુબ સહન કરવી પડી.પાછળથી નાગર જ્ઞાતી શરમાઇ જો કે તેને વીધીસર જ્ઞાતિમાં દાખલ ન કર્યા પણ સામાજીક વ્‍યવહારો પુર્વવ્રત ચાલુ કરી દીધા હતા.આ લોકોને તેનીય નો હતી પડી.

કાર્યોની ખોટ ન હતી ગાંધીજી વિદાય થયા કચ્‍છમાં જાગૃતિ લાવવા કચ્‍છી પ્રજાકીય પરિષદ સ્‍થપાઈ તેના કચ્‍છમાં સ્‍થાપક કાંતિપ્રસાદ રહેયા એ પ્રવૃતિ ચાલતિ હતિ ત્‍યા ગુજરાત અને કચ્‍છ ના વાગડ તાલુકામાં અતિવૃષ્‍ટિની આફત આવી કાંતિપ્રસાદ શાંતિ થી બે રહે તેવા ન હતા તત્‍કાળક ત્‍યા પહોચી ગયા માત્ર ઘોડા નુ ડોકુ પણી બહાર રહે તેટલા પુરમા તે કામ કરતા અને આજોડ મદદ પહોચાડી તેની સાથે રહેલા અમદાવાદ ના શ્રી (સ્‍વ) વ્રજલાલ દવેએ આ કાર્યને મુનસિના ગુજરાત મા સરસ  ‍િબરદા‍ વ્‍યુ છે. તે કાન્‍તિપ્રસાદનુ વર્ણન કરતા કહે છે.

 

         ” છેવટે હેવાલ પુરો કરતા અમારી સાથે દિવસ રાત આખડનારા ભાઈ અંતાણી વિષે ઉલ્‍લેખ કર્યા વિના રહેવાતુ નથી એ લઠ  ત્રેવીસ વર્ષનો જુવાન કાંતિપ્રસાદ આટલી નાની ઉમરે વાગડના અરે સારાયે કચ્‍છના એક એક ખેડુતનો જાણે નિકટનો સાથી થઈ પડયો છે. સૌ દુનિયા તેની પાસે રદય ઠાલવે છે. આ અતિવૃષ્ટિની હોનારતના સમાચાર સાંભળી ભાઈ અંતાણીએ સૌથી પ્રથમ વાગડનો પ્રવાસ શરૂ કરેલો. આ દિવસોમાં દિવસના ચાળીસ ગાઉની મંજલ ઘોડા પર બેસી કરી છે. અમે પહોચ્‍યા ત્‍યારે અંતાણી ગામડામાં હતા. અમારા આવ્‍યાના સમાચાર સાંભળતાજ તે ૩૦ ગાઉએ થી ઘોડો દોડાવી અમને મળયા. સિંતેર ગામોની હાલાત કહી હેક કલાક પુરો ન થયો ત્‍યા અમે કહયુ કે આપણને અત્‍યારે જ રાપર જવુ છે. કાંતિપ્રસાદને ખુબ થાકડો લાગ્‍યો હતો. આ પહેલા રાત દિવસ ઘોડા પર મુસાફરી કરી હતી. છતા તે ચાલી નિકળયા પાછી ૧ર ગાઉની મંજલ રાતેરાત કરવાનુ બડુ મને ઝડપ્‍યુ ભાઇ અંતાણી સાથે આટલા દિવસો રહયા પછી પછી અમને કહયુ કે સેવા ભાવના કામ કરવાની રીત આપણે દરેક યુવાનને એની પાસેથી શીખવવુ જોઇએ. દરેક પ્રસંગે કાંતિપ્રસાદની કર્મઠઠા ઝળકી ઉઠી છે. તેનુ આ ઉદાહરણ છે.

 

        અતિવૃષ્ટિ પુરી ન થઇ ત્‍યા પ્‍લેગ યેલાયો તબીયત થાકી હતી. છતા ત્‍યા પહોચ્‍યા ૪-પ માસ પ્‍લેગ રીલીફની કારગીરી સંભાળી આ દરમ્‍યાન કચ્‍છી પરીષદની કારગીરી તો ચાલુ જ હતી ગાંધીજીએ તેમને કચ્‍છની સમસ્‍યાઓની યાદી કરવા જણાવેલ તેથી તેમને કચ્‍છની સમસ્‍યાને નાની પુસ્‍તિકા બહાર પાડી ગાંધીજીએ તેની પ્રસંસા કરી. અને તેની સમસ્‍યનો ઉકેલ કચ્‍છની પ્રજા જ કરી શકે તેવુ કહી કાર્ય કરવા પ્રોત્‍સાહીત કરેલા.

 

        રાજકારણમાં વિવિધ કાર્યક્રમો પુરજોશમાં ચાલતા હતા. ત્‍યા કચ્‍છ માટે પરિષદ ન ભરાય તેમાટે રાજદ્રોહની નવી કલમ પ૭/(અ) કલમ દાખલ કરી. પણ તેનુ પરીણામ અવળુ આવ્‍યુ. કલમની જાહેરાત પછી અઠવાળીએ જ પરિષદ ભરવી તેવુ નકકી થયુ અને તે ભરાઇ પણ વાતાવરણમાં ખુબ ઉશ્‍કેરાટ હતો. મજાની વાત એ છે કે મહારાવે તેને સફળતાનો સંદેશ મોકલ્‍યો.

  આ સમય દરમ્‍યાન ખેડુતોના પ્રસ્‍નો ઉપાડયા આ આંદોલન ખેબ ઉગ્ર સ્‍વરૂપ પકડયુ. તેથી દીવાને કાંતિપ્રસાદને બોલાવ્‍યા અને ભુજમાં સંમેલનજ બોલાવવાનુ નકકી કર્યુ કચ્‍છના ઇતિહાસમાં પ્રથમ વખત આ રીતે હજારો ખેડુત ભુજમાં ભેગા થયા હતા.. કાંતિપ્રસાદે તેમનો અવાજ રજુ કરવા કચ્‍છનો ખેડુત પુસ્‍તિકા બહાર પાડી તે બધા મહારાવને મળયા પરીણામે તેના પ્રસ્‍નોનો નિવેડો આવ્‍યો. આ પ્રવૃતિ માથી કચ્છિ એડુત મંડળની સ્‍થાપના થઇ તેના સંદર્ભમાં કાંતિપ્રસાદે આખા કચ્‍છમાં પ્રવાસ કર્યો.  

      આ ઉપરાંત બીજા અનેક કાર્યો તેઓ સંભાળતા હતા હરીજન સેવામંડળ હિન્‍દુ- મુસ્‍લિમ એકતા રાજય સામેના પ્રસ્‍નો વગેરે કર્યો તેઓ અવીરત શ્રમથી કરતા હતા હવે રાજયની ખોફ ભરી નજર તેમના પર પડી ચુકી હતી તેમના અને અન્‍ય કાર્યકર પર દમળ સરૂ થઈ ત્રાસ ભરી સ્‍થીતી ઉભી થઈ. બળાત્‍કાર જેવા અનેક અલકા આક્ષેપો તેમના પર થયા સામાજીક રીતે કટોકટી ની સ્‍થીતી ઉભી થઈ આશારામ નામ ના એક મહંતે આપઘાત કરતા તેનો આરોપ તેમના પર આવ્‍યો. રાજયે કેસ સરૂ કર્યો પ વર્ષ ખોટી રીતે કેસ લંબાવ્‍યો અને બન્‍ને તેટલો માનસીક ત્રાસ આપવામા આવ્‍યો પણ આ બધી સ્‍થીતી વચ્‍ચે તે સ્‍થીર બુધ્‍ધી થી ઉભા રહેયા બધા આક્ષેપો ઝેરની જેમ પચાવી ગયા પોતા પર તથા ઇસ્‍વર પર ના અસાધારણ વીસ્‍વાસે  તે કામ કરતા હતા.

 

        પાંચ વર્ષ પછી ગમે તેમ કરી આરોપ તેઓ બધા પર સાબીત કરવામા આવ્‍યો અને નવ માસ સખ્‍ત કેદ અને એક હજાર કોરી નો દંડ કરવામા આવ્‍યો તેમને અને સાથી ઓ ને જેલ મા નાખવામા આવ્‍યા જેલના દમનનુ વર્ણન વાચતા કે સાંભળતા આજ પણ જેલમા પ્રવેસ કરતા તેના પર લાઠીમાર થયો માથા પર ખુબ માર્યો તેમ ના એક સાથી શ્રી યમના દાસ ગાંધી ના માથા પોળો ઈચ ઉન્‍ડો ઘા કર્યો ગાળો આપી થપડો મારી યજ્ઞોપવીત કાઢી નાખેલ ઘંટી પર દરાવી ખુબ મારથી બેભાન થયા છત્રીસ કલાક દાકતરી સારવાર પણ ન આપી  મિત્રને બચાવ્‍વા જતા કાંતિ પ્રસાદ ને ખુબ લાગ્‍યુ આ બધુ હસતે મોંએ સહન કરી લીધુ

 

આ બનાવથી કચ્‍છથી જાગી ગયો. ઠેરઠેર રાજયની અવહેલના થઈ કાર્યકરો પ્રત્‍યે સહાનુભુતી દર્શાવામા આવી આ સહાનુભુતીમા કાંતિપ્રસાદનુ સરસ વર્ણન તે વખત ના સમાજ સેવક શ્રી સુરજી વલ્‍લભદાસ કર્યુ છે. તે કહે છે, કેટલાટ કહે છે. કે શ્રી કાંતિ પ્રસાદ નરમ છે. પણ મને કચ્‍છ ના પ્રવાસ દરમિયાન માલુમ પડયુ છે. કે તે નરમ નથી પણ ભડવીર છે. ને પ્રજાનો સાચો સેવક છે. તેણે કચ્‍છ ના ખેડુતોને બહાર લાવવા જે સેવા બજાવી તે અજોળ છે. તેનામા ઘણા સદ ગુણો છે…. આ જાગૃતિનો પ્રભાવ મહારાવ પર પડયો તેમણે ફરી તપાસ કરવી સાડા ચાર માસ પછી બધાને ‍નિર્દોષ છોડી મુકયા.

 

        જેલમા તબીયત સંપુર્ણ લથડી હતી છતા બહાર નકળી દુષ્‍કાળ રાહત પ્રવૃતિમાં જોડાઇ ગયા અને જનાવરોની ‍િહજરતની  વ્‍યવસ્‍થા માટે કચ્‍છ,સાબરકાંઠા અને પંચમહાલ સુધી રખડયા ખેડુતોનુ કામ પણ ચાલુ હતુ. કચ્‍છી પરીષદને વેગવાન બનાવવા પ્રયત્‍તન પણ ચાલુ હતા.

 

આ દરમયાન પ્રથમ વાર કચ્‍છમાં મ્‍યુનિસીપાલીટીઓની ચુટણી થઇ કાંતિપ્રસાદે તેમા ઝુકાવ્‍યુ અંજારમાં મેયર બન્‍યા પોતાની મુદત દરમ્‍યાન તેમણે નગર સભાઓનુ સંમેલન ભર્યુ શિક્ષણ સંમેલન બોલાવ્‍યુ પ્રજાને જાગૃત કરવામા કમી ન રાખી.આ બધી પ્રવૃતિઓ કચ્‍છમાં પ્રથમ વાર થઇ. શિક્ષણ સંમેલનમાં પ્રખ્‍યાત કેણવણીકાર શ્રી. નાનાભાઇ ભટે હાજરી આપી.

 

ભારતની સ્‍વતંત્રતા નજીક આવતી હતી. તેની અસર કચ્‍છ પર પણ પડતી હતી.રાજયે બંધારણ ઘડવાનુ નકકી કર્યુ તે માટે પરીષદના સભ્‍યો તથા મહારાવ શ્રી. વીજયરાજજી વચ્‍ચે મંત્રણાઓ થઇ.તેમા પણ કાંતિપ્રસાદે પડદા પાછળ રહી મુખ્‍ય ભુમીકા ભજવી. છેવટે સર્વસંમતીથી સંમીતી નીમાઇ જેમા પણ તે નિમાયા તેમણે પરિષદમાં પ્રધિનિધી તરીકે અને રાજાને સમજાવવા-એ બેવડુકામ સંભાળયુ આમા ખુબ હોશિયારીથી કામ કરવુ પડેલુ તેનો પડઘો પ્રતિનિધિ મંડળના આગેવાન શ્રી ભગવાનજી ખીમજીએ કર્યો અને કહયુ Befor We Councled We Wish To  Pay Tribute To Bhai Kanti Prashad   Antani Who Througth Not A Parishad Nominee Was Always Us In The Deliberation Of The Bandharan Samiti  પ્રતિનિધિત્‍વ માટે પણ તેમણે અગત્‍યનો ભાગ ભજવ્‍યો.

 

        ભારત સ્‍વતંત્ર થયુ હિન્‍દુ મુસ્‍લીમ રમખાણો ફાટી નિકળયા ઇતિહાસે ન જોયુ. તેવુ વસ્તિનુ સ્‍થળાંતર શરૂ થયુ. પાકીસ્‍તાન માથી સીધીઓ ભાગ્‍યા તેને કચ્‍છમા આશરો આપવા વીચારવામા આવ્‍યુ આવડુ જબર અને મુશ્‍કેલ કામ કોણ સંભાળે? છેવટે મહારાવની નજર કાંતિપ્રસાદ પર પડી. મહારાવે તેમને હિજરત સમીતીના સભ્‍ય તરીકે રાજય વતી નિમ્‍યા ભારત સરકાર પણ તેમને નિયુકત કર્યા. કાંતિપ્રસાદે તે કાર્ય સીંધી નેતા ભાઇ પ્રતાપ સાથે કુશળતાથી કર્યુ.

 

        કચ્‍છમાં પણ જવાબદાર રાજયતંત્ર હોવુ જોઇએ એવુ પરીષદને લાગવા માંડયુ તેથી તે માટે આંદોલન શરૂ કર્યુ. આ સમયે મહારાવની તબીયત બગડી પરિસ્થિતિ ઘણી ગંભીર બની ગઇ. કાંતિપ્રસાદને આ વાતની  ખબર પડતા તે વચ્‍ચે પડયા વલ્‍લભભાઇની સલાહ આ સત્‍યાગ્રહ મોકુફ રાખવાની હતી કાંતિપ્રસાદે પરીષદના પ્રમુખ અને યુવરાજ વચ્‍ચે મંત્રણાઓ શરૂ કરી. અને સત્‍યાગ્રહ મોકુફ રાખ્‍યો. તે દરમ્‍યાન મહારાવ નુ અવશાન થયુ. અને નવા મહારાવ તરીકે મદનસિહજી ગાદી પર બેઠા તેમણે આવીને પ્રથમ જ વાર જવાબદાર રાજયતંત્રની જાહેરાત કરી એટલુ જ નહી પણ થોડા સમય પછી ઉદારતાથી ભારતમાં પોતાના રાજયને ભેળવી દીધુ અને પ્રજાને સુપ્રત કર્યુ. કાંતિપ્રસાદ તથા અન્‍ય કાર્યકરોની મહેનતને કારણે કચ્‍છને રાજયનો હોદો પ્રાત્‍પ થયો.

 

        ૧૯ર૬ થી ૧૯૪૮ સુધી કચ્‍છી રાજકીય પરીષદે અજોડ કાર્યો કર્યા અને કચ્‍છને જાગૃત કર્યા અને આ પરીષદની સ્‍થાપનામા પાયાના પથ્‍થર તરીકે કાંતિપ્રસાદ હતા. મહારાવે રાજય પ્રજાને સુપ્રત કર્યુ કે તરત જ કાંતિપ્રસાદને લાગ્‍યુ કે અવે પરીષદનુ કર્તવ્‍ય પુરૂ થાય છે તેથી કોડાઇ ખાતે પરીષદમાં તેનુ વીસર્જન કરવાનુ શરૂ કર્યુ. અને પરીષદનુ વિસર્જન થયુ. આ સમય દરમ્‍યાન થયુલા ૭ અધિવેશનોમાં તેમણે સતત હાજરી આપી સક્રીય રહી પરીષદને વેગવંતિ રાખી.

 

        કાંતિપ્રસાદના જીવનનુ મુખ્‍ય ધ્‍યેય પુરૂ થયુ કચ્‍છ સ્‍વતંત્ર થયુ. પણ તેનુ કાર્ય ન અટકયુ સ્‍વતંત્રતા પછી શરૂ થયુ વિકાસનુ કાર્ય તે અવે તે બાબતમાં સક્રીય થયા. સરકારે પણ તેની પુરી કદર કરી. અનુભવ અને વિધતાને ધ્‍યાનમાં લીધા અને વિકાસ બાબતની જુદી જુદી સમીતીઓ શરૂ કરી છેલ્‍લે સુધી લગભગ ૮૦ સમીતીઓમાં તેઓ સક્રય રહયા. લેખન, પ્રવાસ મુલાકાતો દ્રારા તે કચ્‍છી પ્રજાને હૈયે વસી ગયા. પ્રજાના બાપા બની ગયા.

 

        ૧૯પ૬માં અંજારમાં ભયાનક ભુકંપ થયો પોણુ અંજાર ધસી ગયુ ખુબ ખરાબ હાલત થઇ ગઇ. રાત્રે ભરતીકંપ થયો ત્‍યારે જ કાંતિપ્રસાદને તેની ભયાનબતા અને પરીણામો ખ્‍યાલ આવી ગયા. તરત જ તે ઘર માથી બહાર નીકળી ગયા અને લોકોની તપાસ કરવા દોડયા તે વખતનુ દ્રશ્‍ય રદય કંપાવે તેવુ હતુ. એક પછી એક ઘરો પડતા હતા. સેકડો લોકો કાટમાળ નીચે દબાતા હતા તેમને બચાવવા જતા દેખીતી રીતે જાન ખોવો પ્‍ડે તેવો ભય હતો. તેમ કાંતિપ્રસાદે સાથી દારોની મદદથી તેટલા લોકોને બચાવવાનો પ્રયત્‍ન કર્યો સખત અંધારામા જીવનના જોખમે આખી રાત આખા શહેરમાં ફર્યા બીજે દિવસે રાજયે વ્‍યવસ્થિત કાર્ય ઉપાડયુ તેમા પણ તેમને મુખ્‍ય સભ્‍ય બનાવવામા આવ્‍યા રાત દિવસ આરામ કર્યા વગર તેઓ કામ કરતા રહયા. લોકોઅને સરકાર તેમની કર્મઠઠા જોઇ અવિરત શ્રમ જોઇ દંગ જ રહી ગયા.

 

સ્‍વતંત્ર ભારતમાં છેલ્‍લા માનવીએ પણ રાજય વહીવટમા ભાગ લેવાની તક મળે તેમાટે પંચાયત પ્રથા દાખલ કરી ૧૯૬૩માં કચ્‍છમાં પચાયતના પગરણ થયા ફરીથી બધાની મીટ કાંતિપ્રસાદ પર પડી જેમણે સ્‍વતંત્ર સંગ્રામમા કચ્‍છની પ્રજા માટે સર્વસ્‍વનો ભોગ આપ્‍યો હતો. આ જગ્‍યા માટે યોગ્‍ય છે તેવુ બધાને લાગ્‍યુ અને કચ્‍છ જીલ્‍લા પંચાયત પ્રમુખનો મુગટ તેમના માથે સર્વ સંમતીથી મુકાયો ૫ વર્ષ સતત આ પદે તેમણે કામ કર્યુ અને નવોદિત પંચાયતને બરાબર વ્‍યવસ્થિત કરી. પછી રાજકારણમાં પલડતા રંગો જોયા પોતાનુ અહી કામ નથી એવુ દીર્ઘ દ્રષ્ટિથી તેમણે જોઇ લીધુ એટલે સ્‍વેચ્‍છાએ તે પદે થી ખસી ગયા અને રાજકારણમાથી નિવૃત થયા. છેલ્‍લે સુધી તેમણે નિવૃતિ ભોગવી તેનો અર્થ એવો નથી કે તઓ તદન વિષ્‍ક્રીય રહયા. તેઓ જાહેર માં આવતા તેઓ તેમનુ પ્રજા જાગૃતિનુ કાર્ય ચાલુ જ રાખ્‍યુ.

 

ભારત સરકારે  સ્‍વતંત્રની રજત જયંતિ પ્રસંગે સ્‍વતંત્રતાના ઘડવૈયાઓને પેંન્‍સન આપવાનુ નકકી કર્યુ તેમા કાંતિપ્રસાદ મુખ્‍ય નિમાયા કાંતિપ્રસાદ જ કચ્‍છમાં સંગ્રામનો પાયો હતો તે જ આના મુખ્‍ય હકદાર હતા પણ તેમણે પેંન્‍સન લેવાની ના પાડી કારણ પુછતા જણાવ્‍યુ કે સંગ્રામમાં હુ મારી મોજ ને કારણે જોડાયો. મને તેમા આનંદ આવતો હતો. તેની વળતરની ભાવના ન હતી. પેંન્‍સન લઇ મારા આનંદને ખોવો નથી ઇચ્‍છતો. ખુમારી ભર્યો મસ્તિ ભર્યો જવાબ હતો તેમને મુખે સંગ્રમના સ્‍મરણો સંભળાવતા તેમના ચહેરા પર અજબ મસ્તિ જોવા મળી અન્‍ય સર્વેને પેંન્‍સન આપવામા તેમણે ખુબ મદદ. સતત કાર્યશીલ રહી કાંતિપ્રસાદે કચ્‍છના વિકાસમાં અજોડ ફાળો આપ્‍યો છે આ બધી તો રાજકીય બાજુ હતી પણ તેઓ એકાંગી ન હતા. જછજનમા દરેક ક્ષેત્રમાં તેઓ ફરી વળયા. ગૌ શાળા થી રાજયના પ્રસ્‍નોમા તેમણે ભાગ લીધો છે.

 

નવાઇની વાત છે કે  તેમણે ભુતોનો પણ પરીચય કર્યો છે. એ રહસ્‍યમય ક્ષેત્રનો પણ તેમણે અકલ્‍પ્‍ય અનુભવ છે.અનેક પ્રસંગો એ તેમની કસોટી થઇ છે. ગૌ શાળામા નોકરી કરતા હતા ત્‍યારે ઉંટ પર બેસી તપાસણી માટે જતા હતા ત્‍યા રસ્‍તામા એક તાંજુ જન્‍મેલુ બકરીનુ બચ્‍ચુ જોયુ દયા આવતા ઉપાટી લીધુ અને ખોળામા નાખી આગળ વધ્‍યા ર-૩ માઇલ ચાલ્‍યા બાદ ઉંટવાળાએ પાછળ જોતા ચીસ પાડી કાંતિપ્રસાદ નુ ધ્‍યાન ગયુ અને જોયુ તો જયાથી બકરીના બચ્‍ચાને ઉપાડયુ હતુ ત્‍યાથી તેના પગ લંબાવતો હતો. ઝડપથી ઉપાડી તેને ફેકી દીધુ તો વચ્‍ચેથી ભડકો થઇ અદ્રશ્‍ય થઇ ગયુ.

 

        બીજા એક પ્રસંગે ગામમા જાજરૂ જવાનુ થયુ તો બુમ મારી એક માણસને બોલાવ્‍યો ગૌવાળે આવી બધી વ્‍યવસ્‍થા કરી ત્‍યાર પછી પણ મોડી રાત સુધી તેની સેવા કરી સવારે તેને ફરી બોલાવતા ખબર પડી કે ગોવાળ તો ઘણા વખત પખત પહેલા મૃત્‍યુ પામેલો આવા અનેક અનેભવો પણ તેમને થયા છે. છતા કયારે તેમની છાતી ધડકી નથી તેમનુ સમગ્ર જીવન નિર્ભયતાનુ જ પ્રદર્શન હતુ તેમણે પોતાનો જીવન મંત્ર નિત્‍ય જેના એક વાકય મા રાખ્‍યુ હતુ. The Secret Of Joyful Life Is To Live Dangerously.જયા જોખમ ત્‍યા તે આગળ રહે છે. પ્રવાસમા પણ જોખમી રસ્‍તાઓ લે છે. ત.મની સાથે રહેનાર મુશ્‍કેલીઓ થી ગભરાઇ જાય છે. ત્‍યારે તે હસતા રહે છે.

 

કચ્‍છના ગ્રામ વાસીઓ સાથે તેમનુ અદભુત તાદાત્‍યમ રહયુ કચ્‍છના ખુણેખુણેના ગ્રામ વાસીઓ તેમને ઓળખે છે. પુજય માને આનો શાક્ષી હુ છું ૧૯૭૪માં કચ્‍છમા ચાલતા દુષ્‍કાળમાં રાહત આપવા સંદર્ભમાં અમો પ્રવાી કરતા હતા.. તેથી જ તેની સાથે ગામેગામમા સત્‍કારતા હતા. એટલુ જ નહી પણ તેમના આવવાથી જાણે દુષ્‍કાળના પ્રસ્‍નો ઉકેલાઇ ગયા ન હોવા છતા આવુ માન આજે જવલ્‍લે કોલને મળયુ છે તેમનુ વ્‍યકિતત્‍વ એવુ પ્રભાવી છે કે બધા પક્ષોના સભ્‍યો તેની સલાહ લે છે પોતે સંસ્‍થા કોંગ્રેસમાં હોવા છતા બધા તેમને વડીલ માને છે. વગર પદે તેઓ સર્વોચ્‍ય જેવુ માન આજે પણ ભાગવે છે કેટલાય ગ્રામ વાસીઓ તેમની સલાહ મુજબ વર્તે છે.

 

તેઓ કચ્‍છના ખુબ પ્રેમી હતા. તેનો ખુણે ખુણો ભર્યો છે. કચ્‍છમાં ભાગ્યે જ  એક બે અમલદાર યા નેતા નિકળે જેમણે કચ્‍છનો ખુણેખુણો જોયો હોય કચ્‍છ વિષે તેમનુ જ્ઞાન અદભુત હતુ. ઝીણામા ઝીણી વિગતો તેઓ જાણે છે તેમના પાસે કચ્‍છની સર્વ માહિતી હતી. તીમને કચછનો જીવતો ઇતિહાસ કે ભુગોળ કે કોમ્‍પ્‍યુટર કહી શકાય. તે કચ્‍છમાં હાલતા ચાલતા જ્ઞાન કોશ હતા છેલ્‍લી પળ સુધી તેમનુ અભ્‍યાસ ચાલુરહયો કચ્‍છના વિકાસ વિશે પણ તેઓ રસ દાખવતા અને કાર્ય કરતા ગયા.

 

શ્રી કાંતિભાઈના લગ્‍ન ડોલરગૌરી સાથે ૧૯ર૦મા થયા સંતાનો મા ચાર પુત્રો અને શ્રી જયશંકર પુત્રો અને બે પુત્રીઓ છે. પત્‍ની સ્‍વાર્ગવાસી બન્‍યા છે. એક પુત્ર શ્રી જયશંકર પાલનપુરમા પોલીસ અમલદાર છે. બીજો પુત્ર શ્રી અસવીન ભુજ પંચાયતમા વેટનરી અધિકારી છે. ત્રીજો પુત્ર દિપક કચ્‍છ સોલ્‍ટ વર્કસ કંડલામા છે. અને ચોથો પુત્ર ગાંધીધામ મ્‍યુનિસીપલીટીમા હતા. ત્‍યા અચાનક મૃત્‍યુ પામ્‍યા હતા. શ્રી અરવિદા બહેન તથા જાગૃતિ બહેનના લગ્‍ન થઇ ચુકયા છે.

 સામાન્‍ય રીતે રાજકીય માણસ કુટુંબ પ્રત્‍યે  ઉદાસીન રહે છે. પણ તેમની બાબતમાં તેવુ નથી બન્‍યુ તેઓ કુટુંબ વત્‍સલ હતા. તેમને તેમના માતા-પિતા પ્રત્‍યે અજોડ લાગણી હતી. પત્નિ પ્રત્‍યે અપાર્થિવ પ્રમ હતો બહુ નાની ઉમરે તેમના પિતાનુ મૃત્‍યુ થતા તેમના કુટુબને મુંગી રીતે પોતાનો પ્રેમ વરસાવ્‍યો.        અંતિમસમય સુધી સંતોષ અને કૃત કૃત્‍યતાથી ઉતરે જીવન ગાળયુ જેવા રાજકારણસક્રીય હતા તેવા પ્રભુશકિત મા લીન થઇ ગયા. યોગ યુકત જીવન ગાળયુ રાજકારણમાં ખુબ ભોગ આપ્‍યા છતા આરોપો સહન કર્યા છતા તે શાંત રહયા. અનાશકત રહયા સાઠે બુધ્ધિ નાઠવાને બદલે તીક્ષ્‍ણ બની એક ગ્રામ વાસીના વાકય કહીએ તો કાંતિબાપા તમારી હાજરી અમારા દુખ દુર કરે છે તમે માત્ર આવશો તો અમે કૃતકૃત્‍ય થશુ. આ તેમના જીવનની સફળતા છે. અને તઓએ તે માણે છે. ખરેખર કચ્‍છને આ સપુત મળયો છે. તેથી કચ્‍છ ધન્‍ય છે.

——- પ્રિય વાચક મિત્રો ——–

    આ લેખ અમારી ઓફિસના ઓપરેટર શ્રી રાહુલ અર્જુન થારૂ દ્વારા સતત મહેનત કરીને તૈયાર કરવામાં આવેલ છે.  બેશકઃ આમાં ઐતિહાસીક પુસ્‍તકોનો ઉપયોગ કરવામાં આવેલ છે.  કારણ કે, રાહુલની ઉમર માત્ર ૧૪ વર્ષની છે.  તેની ઝંખના હતી કે હું કચ્‍છના કર્મયોગી એવી વિરલ પ્રતિમા શ્રી કાંન્તિપ્રસાદ ચંદ્રશંકર અંતાણીના વ્‍યકિતત્વને દૂનિયા સમક્ષ મૂકું. 

   શ્રી અંતાણીનો દેહ વિલય તા. ૮મી ઓગષ્‍ટ, ૧૯૮૬ નાં વર્ષે આ લખનારના ગામમાં જ થયો અને તેમના પુત્ર અંજારમાં જ રહે છે.

     લેખમાં પૂરતી કાળજી રાખવામાં આવેલ છે તેમજ કોઇપણ જાતની સલાહ-સૂચનને આવકાર આપીએં છીએં.  આપનો પ્રતિભાવ અમોને પ્રોત્‍સાહન આપશે.

——– HTML Code ————

toolbar Designed by kakasab

——– HTML Code ————

વિજય વિલા

 

        ત્રીજા ખેંગારજી સુધીના રાજવીઓને માંડવી આવવાનું થતું ત્‍યારે તે મોલાતમાં રહેતા, પરંતુ ખેંગારજીના કુંવર વિજયરાજજીને સ્‍વતંત્ર મહેલ બંધાવવાની ઇચ્‍છા થઇ અને તેમણે માંડવીની પશ્ચિમે લગભગ આઠેક કિ.મી. દૂર કાઠડા ગામ પાસે પોતા માટે જુદો મહેલ બંધાવ્‍યો.  તે આ વિજય વિલાસ.

         વિજયરાજજીએ લગભગ ૧૯ર૦ થી તેનો વિચાર કરવા માંડ્યો.  ૧૯ર૭ માં બંધાવો શરૂ થયો હતો એવો એક અભિપ્રાય છે.  પણ ત્‍યાંના જૂના કર્મચારી શ્રી ગઢવી પુનશીરાજે પોતાની જુની ડાયરીમાંથી તેની પાયાવિધિની તારીખ વિક્રમ સંવત ૧૯૭૯ ના વસંત પંચમી બતાવી.  તેનો અર્થ ઇ.સ. ૧૯ર૩ ની ર૦મી ફેબ્રુઆરીએ તેની પાયાવિધિ થઇ હશે.  તેના આર્કિટેકટ તરીકે જયપુરના શ્રી માધવરાવ, ઇજનેર તરીકે શ્રી છોટાલાલ સી. શેઠ, પાયો ભરનાર હરિરામ ઠક્કર તથા ઓવરસીયર તરીકે હિંમતલાલ ધોળકીયા હતા.  મિસ્‍ત્રી બાલારામ હતા. પુનશીરામના અંદાજ પ્રમાણે તેનું ખર્ચ ૬૦ લાખ કોરી થયું હતું.  પણ શ્રી પૃથ્‍વીરાજજીના અંદાજ પ્રમાણે ર૦ લાખ કોરીથી વધુ ન હોય.  મહેલને બાંધતા બાર વર્ષ લાગ્‍યા હતાં.  તેના આસપાસના ભાગને સજાવવાનું કામ પ્રખ્‍યાત વનસ્‍પતિશાસ્‍ત્રી ઇન્‍દ્રજીએ કર્યુ.  પ્‍લાન્‍ટેશન વિકસાવવાનું કામ નવસારીના નાગરજી દેસાઇએ કર્યુ.  આજે તો ઘણું અસ્‍તવ્‍યસ્‍ત છે.  સુકાવા લાગ્‍યું છે છતાં તેની ભવ્‍યતાની ઝાંખી જોવા મળે છે.  મહેલની જાળવણીનું કાર્ય રાજયના ઇજનેર મહાપ્રસાદ દેસાઇ કરતા.

 

        મહેલ સામે ઉભા રહીએં તો તેની ભવ્‍યતા આપણા સામે પ્રગટે છે.  ત્રણ માળનો વિશાળ વિલા છે.  ભોંયતળીયે આઠ ખંડ છે.  પ્રથમ માળે પંદર ખંડો ખાલી છે. મહેલને ફરતા અગીયાર ઝરૂખા છે.  આજે તો આ ખંડો ખાલી છે. પણ એક સમયે પુષ્‍કળ ફર્નિચરથી તથા રોમન-શિલ્‍પોથી શોભતા હતા.  રૂમમાં જઇએં ત્‍યારે જુના કાશ્‍મીરી ગાલીચાની મુલાયમતા સ્‍પર્શી જાય છે.  નીચેનાં બેડરૂમમાં ચાંદીના પાયાવાળો પલંગ પણ ધ્‍યાન ખેંચે છે.

 

        પાછળની લોબીમાં બેસવાથી તેની પાછળ આવેલ બાગનાં દર્શન થાય છે.  ફૂવારામંડિત બાગ એટલો સુંદર છે કે ત્‍યાંથી ખસવાનું મન જ ન થાય.  વિજયરાજજી ઢળતી બપોરે ત્‍યાં બેસતા અને રંગો વચ્‍ચે નહાતાં.

 

        વચ્‍ચે આવેલ ડાઇનીંગ હોલને હજી જૂની રીતે સાચવી રાખ્‍યો છે.  ત્‍યાં જૂના વિરલ ફોટોગ્રાફસ અને પેઇન્‍ટીંગ્‍સને જોવા જેવા છે.  હોલમાં દેશી પિયાનો લટાવ્‍યા છે.   તેના મીઠા સૂર સમગ્ર ખંડમાં પથરાતા દેખાય અને આપણા અસ્તિત્‍વને ઝંકૃત કરી જાય છે. જૂનાં ચિત્રો સાથે શ્રી એલ.સી. સોનીનાં આધુનિક ચિત્રો પણ ખંડની શોભામાં વધારો કરે છે.  પાસેનાં રૂમમાં ચાઇનીઝ પેટી-પટારા જોવા મળે છે.

        પ્રથમ માળે જનાનખાતું હતું.  તેની રચના પણ નીચેના રૂમો જેવી છે.  માત્ર વચ્‍ચેના રૂમની જગ્‍યાએ અગાસી છે.  ત્‍યાંની ઝીણી નકશીકામવાળી જાળીઓ મુસ્લિમ કળાનાં દર્શન કરાવે છે.  તેના તોરણો દેલવાડાંની યાદ અપાવે છે.  તેમાંથી સૂર્યનાં કોમળ કિરણો પસાર થાય ત્‍યારે તેની ગુલાબી ઝાંય મહેલને અવર્ણનીય રંગ અર્પે છે.

જુની મેલાત

 

        ભુજના રાજદરબાર જેટલો જ જુનો છે માંડવીમાં આવેલ ‘‘મોલાત‘‘.  તે પણ અગત્‍યનો છે.  માંડવીના દરિયાકિનારે આવેલ આ મહેલ કચ્‍છના મહારાવોનું પ્રિય સ્‍થળ રહેલ છે.  કચ્‍છના રાજાઓને ભુજ પછી કોઇ પણ સ્‍થળનું આકર્ષણ રહ્યું હોય તો તે માંડવી શહેરનું છે.  માંડવી બંદર આરોગ્‍યની દ્રષ્ટિએ ઉત્તમ છે.  ભુજની ગરમીથી બચવા માંડવી ઉત્તમ સ્‍થળ બની શક્યું છે.  વળી, તેનો દરિયાકિનારો પણ ઉત્તમ છે.  શહેર પોતે પણ રમણીય છે. આર્થિક દ્રષ્ટિએ પણ તે સમયે ભારતનાં અગ્રણી બંદરોમાંનું એક ગણાતું હતું.  વેપાર દ્રષ્ટિએ પણ સમૃધ્‍ધ ગણાયું છે.  આ બધા કારણે રાજાઓને પણ તે પ્રત્‍યે આકર્ષણ રહ્યું છે.

 

        આ બાબતને જ ખ્‍યાલમાં રાખીને રાવ લખપતજીએ માંડવીમાં આ નાનકડો મહેલ બંધાવ્‍યો હતો.  તે ઘણો જુનો હોવાની તેના વિશે કોઇ લેખિત આધારો પ્રાપ્‍ત થતા નથી.  માત્ર રસબ્રુકે પોતાનાં પુસ્‍તક The Black Hills માં તેનો ઉલ્‍લેખ કર્યો છે તે પરથી કર્ણોપકર્ણ જે વાતો સચવાઇ છે તેના વિશે જાણવા મળે છે.

 

        આ મહેલનાં બાંધકામમાં પણ રામસિંહનો અગ્રફાળો હતો.  તેનાં અન્‍ય ઉત્તમ સર્જનોની માફક મોલાત પર તેનો હાથ ફર્યો છે.  બે માળવાળો આ નાનકડો મહેલ કળા કારીગરીથી શોભે છે.  મહેલ સામે ઉભા રહીએ તો પ્રથમ નજરમાં જ તેની વિશિષ્‍ટતા પકડાઇ જાય છે.  મોટે ભાગે દરવાજા પર જે સિંહની મુખાકૃતિ ગોઠવવામાં આવે તે સામામુખવાળી હોય છે, પરંતુ અહિં બાજુમાં મુખવાળા સિંહો રાખ્‍યા છે.  બારણા પાસેના દરવાનો પણ વિદેશી ઢબવાળા પોષાકથી આભુષિત છે. 

         મોલાતના મુખ્‍ય દરવાજાની જમણી બાજુમાં મેદાનમાં ઉભા રહી તેની ભીંત પર નજર કરવામાં આવે તો આંખો તેના શિલ્‍પોમાં સૌંદર્યથી છલકાઇ જાય છે.  તેનાં શિલ્‍પો ભીંત પર સ્થિર નૃત્‍યો કરતાં દેખાય છે !  પ્રથમ નજર પડે છે કલામંડિત રથ પર.  ગીતાના કૃષ્‍ણ અને અર્જુન આપણાં મનઃચક્ષુ સામે તરી આવે છે. તેની બાજુમાં ગોખ નીચે, પુરૂષાકૃતિઓ પણ ધ્‍યાન ખેંચે છે.  બાજુમાં પ્રાણીઓના શિલ્‍પો વેરાયેલાં છે.

 

        શિલ્‍પો પર રામસિંહના વિદેશ પ્રવાસની ગાઢ અસર દેખાય છે.  તેમણે હોલેન્‍ડમાં જોયેલ સભ્‍યતાની સ્‍મૃતિ શિલ્‍પોમાં દેખાય છે.  નૃત્‍ય કરતી છોકરીઓ તથા હાથમાં દારૂની પ્‍યાલી લઇ નાચતા મસ્‍તીખોર ડચ લોકોનાં શિલ્‍પ પણ આંખમાં વસી જાય છે.  જેમ આંખ ફરતી જાય તેમ તેમ અનન્‍ય માનવ આકૃતિઓ આપણા સામે રજુ થાય છે.  તેના પર તડકો-છાયો પથરાય છે.  હવે તો તેના પર ચૂનાના થર જામી ગયા હોવાથી તેની નજાકત તૂટતી જાય છે.  છતાં પોતાનું બચ્યું સૌંદર્ય આપણાં સામે પુરૂં પ્રગટ કરે છે.

 

        અંદરના ખંડોમાં ફરીયે તો પણ ખૂણે ખાંચરે તેનું શિલ્‍પ જોવા મળે છે.  છતો નીચે મનોરમ્‍ય નકશીકામ દેખાય છે.  અંધારામાં જાણે પ્રકાશ પથરાઇ જાય છે.  આ મહેલ પણ ઐતિહાસિક રહ્યો છે.  રાવ લખપતજી જયારે માંડવી આવતા ત્‍યારે ત્‍યાં રહેતા.  પછીના રાજાઓએ પણ તેનો ઉપયોગ કર્યો છે.  રાવ રાયધણજી બીજાનો ઉલ્‍લેખ કરવો જરૂરી બને છે. તેમણે પ્રજાની ધર્માન્‍તરની પ્રક્રિયા શરૂ કરી અને માંડવી પર આક્રમણ કર્યુ ત્‍યારે કેદ પકડાયા અને આ મોલાતના બીજા માળે તેમને નજર કેદ કર્યા હતા એવી લોકવાયકા છે.  તેમની પ્રકૃતિ ઉશ્કેરાટ ભરી હોવાથી, તે સહન ન કરી શકતા આ બંધનને અને ઉશ્‍કેરાટમાં થાંભલા પર તલવારનો ઘા કરતા ઘાના લસરકા હજી પણ થાંભલાઓએ સાચવી રાખ્‍યા છે.

 

        મહારાવશ્રી ખેંગારજી ત્રીજાને પણ આ સ્‍થળ અતિ‍‍પ્રિય હતું.  તે પણ માંડવી આવતા ત્‍યારે ત્‍યાં જ રાત્રી નિવાસ કરતા.  ત્‍યાંથી જ વહીવટ ચલાવતા.  સાંજે શિલ્‍પમંડિત ભીંત સામેના ઓટલા પર બેસી દરબાર ભરતા અને ન્‍યાયનું કાર્ય કરતા ક્યારેક કોઇને દેહાત દંડની સજા કરવી પડે તો સૌંદર્ય વચ્‍ચે પણ ઉદાસ થઇ જતા અને એક દિવસનો ઉપવાસ જાહેર કરતા અને ઓટલા પર ઉદાસીન થઇ બેસી રહેતા.  આ રમણીયતા અને ઠંડક તેમની ગમગીની ઓળખવામાં ખૂબ મદદરૂપ થતી હશે.

પ્રાગ મહેલ

 

        નગારાખાના દ્વારા દરબાર ગઢમાં પ્રવેશ કરીએં તો જમણી બાજુ પ્રથમ જૂનો રાજગઢ આવે.  તેના સામે નવો પ્રાગ મહેલ અને મોલાત દેખાય છે.  તે રાવ પ્રાગમલજીએ (૧૮૬૦-૧૮૭પ) બંધાવ્‍યો છે.  રાવ પ્રાગમલજીને બાંધકામનો ખૂબ જ શોખ હતો.  તેમના પંદર વર્ષના શાસનમાં તેમણે તે શોખને પૂરો કર્યો હતો.  છેક ઇટાલીથી કારીગરો બોલાવીને, તે સમયે વીસ લાખ રૂપિ‍યા ખર્ચીને, પ્રાગમહેલનું સર્જન કર્યુ હતું.  આવો આધુનિક મહેલ ભારતમાં પણ ભાગ્‍યે જ જોવા મળે છે. તેના સામે ઉભો તો પ્રથમ ઉંચું ટાવર દેખાય છે.  આવું ભવ્‍ય ટાવર સમગ્ર ભારતમાં જોવા નથી મળતું.  તેના મીઠા ટકોરા ચોવીસે કલાક આખા ભુજમાં સંભળાય છે. (હાલે બંધ છે)  તેની નીચેના દ્વારમાંથી થઇ પ્રવેશો એટલે સામે વિશાળ પગથીયાં આવે તેની પરથી થઇ તેના દરબાર હોલમાં પ્રવેશો એટલે સામે વિશાળ પગથીયાં આવે તેની પરથી તઇ તેના દરબાર હોલમાં પ્રવેશો છો.  વિશાળ દરબાર હોલ તરત જ આગંતુકનું મન હરી લે છે.  તેમાં સુંદર ફોટાઓ, પ્રાણીઓના સાચવેલા શરીરો, તેનું કોતરકામ, ગેલેરી, જાણે જોયા જ કરીએં.  આ હોલ છોડવાનું મન જ ન થાય.

 

        ત્‍યાંથી આગળ વધીએં તો ટાવર બાજુ જવાય.  ત્‍યાં ટાવરની ઘડિયાળની મશિનરી જોવા મળે.   ટાવરના છેક ઉપલા માળે પહોંચી ઘુમ્‍મટ નીચે ઉભી જોઇએં તો સમગ્ર ભુજ અને આસપાસનો વિસ્તાર જોવા મળે.  સામે હિલોળા લેતું તળાવ, ભુજીયો, એરપોર્ટ, સુરલભીટ્ટ વગેરેના દર્શન થાય છે અને મન ગદગદીત તઇ જાય છે.  તેનું બાંધકામ તો જાણે નીરખ્‍યા જ કરીએં છીએં. તેની આસપાસ જુદા જુદા ખંડો છે જેમાં હવે સરકારી ઓફિસો તથા બેંક બેસે છે.

 

        દરબાર ગઢમાં આ ઉપરાંત સામે રાણીવાસ છે.  ત્‍યાંના પણ આસપાસવાળા ઓરડાઓ જોવા જેવા છે.  તે પણ અનેક રાજકીય બનાવોની સાક્ષી પૂરે છે.  દરબાર ગઢ આસપાસ ગઢ છે.  તેના વિવિધ ખૂણે દરવાજાઓ છે.  પાળેશ્વર તરફ જે દરવાજો છે તેને ‘‘ખૂની દરવાજો‘‘  કહે છે.  રાજવીના કુટુંબના સભ્‍યનું મૃત્‍યુ થાય તો તેનું શબ ત્‍યાંથી બહાર નીકળતું.  (નગારાખાનામાંથી બહાર નીકળી ન કશે તે રિવાજને કારણે) સોનીવાડ પસે જે દરવાજો છે ત્‍યાંથી નવરાત્રી સમયે આશાપુરા માટેની ઝાલર નીકળતી.  પ્રાગમહેલ પાછળ મલ્‍લો માટેનું મેદાન તથા સ્‍નાનાગાર આવેલ છે.  તેના મનવિલાસ ચોકમાં દરબાર ભરાતો તથા દિવાળીમાં દારુખાનું ફોડવામાં આવતું.

         આજે પણ તેની ભાંગી-તૂટી ભવ્‍યતા અકબંધ છે.  પ્રવાસીને હજી પણ તે આકર્ષે છે અને રાજાશાહીની ઝાંખી કરાવે છે.

    http://www.kutchguide.com

 

દરબાર ગઢ

 

 

        ઇ.સ. ૧પ૪૯ માં રાવશ્રી ખેંગારજી પહેલાએ ભુજમાં તોરણ બાંધ્‍યુ.  ત્‍યાં તેમણે ટીલામેડીબનાવી, તે જ દરબાર ગઢનો પાયો.  પછી તો તેમના વંશજો આવતા ગયા તેમ તેમ પોતાપોતાની રૂચિ મુજબ તેમાં ફેરફારો કરતા ગયા, અને મેડી દરબારગઢમાં ફેરવાતી ગઇ.  તેનો વિસ્‍તાર વધતો ગયો.  રાવ ગોડજી તથા દેશળજી પહેલાના સમયથી તેનામાં કલાત્‍મકતા ઉમેરાઇ.

 

        આ બધામાં ઉલ્‍લેખનીય રાવ લખપતજી (સન ૧૭૫ર-૬૧) તે પોતે ઉત્તમ કળાવાંચ્‍છુ તથા સાહિત્‍યસેવી હતા, અને તેમને મળી ગયો રામસિંહ માલમ યુરોપીયન કળાનો સિધ્‍ધહ‍સ્‍ત કળાકાર !  મહારાવ અને માલમના સ્‍વપ્‍નાનો આકાર સાક્ષાત્‍કાર એટલે દરબાર ગઢમાં આવેલ આયના મહેલ.  રામસિંહની એ કલ્‍પનાને સાકાર કરી કચ્‍છના પરંપરાંગત દહિસરિયા સુતારો પૈકી ગઇધર દેવશીએ ને આયના મહેલ સર્જાયો.  આજે પણ તે અજોડ ગણાય છે.  હવે તો તે ‘‘મહારાવ મદનસિંહજી મ્‍યુઝિયમ અને કલાઅટારી‘‘ માં ફેરવી નાખવામાં આવ્‍યો છે અને પ્રજા માટે ખુલ્‍લો મુકાયો છે.  પરંતુ તેના ખંડો અને તેમાં સાચવેલ ઐતિહાસિક વસ્‍તુઓને નીરખીએં તો મહારાવનો કળાપ્રેમ તથા રામસિંહની દ્રષ્ટિ પ્રત્‍યે સલામ ભરવાનું મન થાય.

 

        ભુજમાં આવેલા હોળી ચકલાના નાકામાં પ્રવેશો એટલે દરબારગઢના ચોકમાં પ્રવેશો છો.  ત્‍યાં સામે પ્રથમ નગારખાનું આવે.  તેના દરવાજામાં પ્રવેશો એટલે જુના રાજગઢમાં આવો છો.  ત્‍યાંથી આગળ વધી જુના ધુઆરની દોઢીને જોડાતા અટારિયા દરવાજામાંથી થઇ ‘‘મન-વિલાસ‘‘  ચોકમાં આવીએં કે તરત આયના મહેલ આવે છે.  તેના પ્રવેશદ્વવાર પાસે જ ‘‘કચ્‍છ વર્ક‘‘  ની નકશીદાર ઝાળી દેખાય છે.  તેનું ઝીણવટભર્યુ નકશીકામ ત્‍યાંથી પસાર થનાર કોઇ પણ વ્‍યકિતનું ધ્‍યાન તરત ખેંચે છે.  તેમાંથી અંદર પ્રવેશો એટલે ઝરૂખો દેખાશે, જે આગળ લોબી હતી.  હવે તેને મ્‍યુઝિયમમાં ફેરવી નાખવામાં આવી છે.  ત્‍યાંથી ‘‘શીત મહેલ‘‘  માં પ્રવેશ મળે છે.  ખંડના મધ્‍યમાં ૫૮૪ x ૬ર૮ સે.મી. માપનું પ્‍લેટફોર્મ (પેઢલી) છે.  તેના પર પશ્ચિમાભિમુખ મહારાવ લખપતનું શ્વેત સંગેમર્મર સુંદર આસન ગોઠવેલ છે.  તેના પર હવા નાખવા માટે બુટાદાર મોર ભરેલો ઝુલણ પંખો લટકાવ્‍યો છે.  ચારે બાજુ સંગીતના વિવિધ સાધનો ગોઠવ્‍યા છે.  પગટેકણીયા પાસે મહારાવની ચાખડી છે.  તેને પહેરીને ચાલતા ત્‍યારે કમળફૂલ આકારનું તેનું આંગણી ટેકણ ખટક અવાજથી ઉઘાડબંધ થતું અને તેમાંથી અતરરસ્‍યું કંકુ રેલાતું.

         આ બેઠકમાં ફરતે ૭૦ સે.મી. ઉંડો અને ૧૭૦ સે.મી. પહોળો હોજ બનાવ્‍યો છે. તેમાં ફૂવારા ગોઠવ્‍યા છે.  તેની કિનારી ફરતે કૃત્રિમ કમળ ફૂલની દીપની હારમાળા મૂકી છે.  તેની પાછળ ફરતે ર૧પ સે.મી. લાંબી પરશાળ છે.  તેની થાંભલીઓ પર વિવિધ છબીઓ મૂકી છે.  તેની ચારે તરફ ૩ર૦ સે.મી. ની ઉંચાઇની પથ્‍થરનાં ચણતરની દિવાલ છે. તેના પર આવેલ ચૂનાની ભારે છત્ત માત્ર લાકડાકામ પર ટેકવેલ છે.  દિવાલ પર મૂકેલ જાડા લાકડાની પાટો પર મૂકેલ દરેક ખૂણે પાંચ એવા ૫૦૦ સે.મી. મોટા સવલણના ર૫ ગુંધાના આધારે ટેકવેલ છે.  છત અને દિવાલ વચ્‍ચેના ખુલ્‍લા ભાગને ૩૦૦ સે.મી. ઉંચી લાકડાની કમાન દિવાલથી ઢાંકી દીધેલ છે.  રાવ લખપતજીએ આ ખંડમાં મનોરમ્‍ય વાતાવરણ સર્જવાનો પ્રયત્‍ન કર્યો છે.  સૂર્યનો સીધો પ્રકાશ પણ ન આવે છતાં તેની છાયા નિયં‍ત્રિત થવાથી ખાસ પ્રકારનું અંધારૂં તેમાં થાય અને તેમાં ઝગમગતા દીવડાઓથી અને ઝુમ્‍મરોથી એક પ્રકારનું માદક વાતાવરણ ઉભું થાય.  મહારાવ અહીં દરબાર ભરતા, નૃત્‍ય જોતા અને કાવ્‍ય સર્જન પણ કરતા..

 

        તેના પાસે ‘‘બહારમોલ‘‘ છે.  તે વાસ્‍તવમાં આયના મહેલ છે.  તેની થાંભલીઓ અને છત પર આભલાંજડિત અરીસાઓ જડેલા છે.  ખંડમાં વિવિધ દેવોની કાષ્‍ટમૂર્તિઓ રાખેલ છે.  કચ્‍છના મહારાવોનાં તથા મોઘલોનાં ચિત્રો પણ રાખેલાં છે જે અભ્‍યાસનીય છે.

 

        આ ખંડની વચ્‍ચે ‘‘હીરામોલ‘‘  છે.  તે મહારાવનો શયનખંડ છે.  તેની ભીંત આરસની છે.  છતમાં સોનાની કિનારીવાળા આયના જડી દિવાલને હીરાજડિત વેલબૂટાની બાંધણી ભાતથી અલંકૃત કરી છે.  ડાબી બાજુ સુવર્ણના પાયાવાળો ઢોલીયો છે.  તેના પર (હવે) લખપતજીની ‍હીરાજડિત ઢાલ-તલવાર રાખવામાં આવેલ છે.  ખંડમાં મહારાવનો શોખ પ્રગટ કરતી અને રામસિંહની કળાદ્રષ્ટિની કમાલ દેખાળતી વસ્‍તુઓ ગોઠવી છે.

 

        ત્‍યાંથી જનાનખાના (રાણીવાસ) માં જવાના દરવાજા પર બેસાડેલ કમાડ હાથી દાંતના છે.  તે લખપતજીના પિતા ગોડજીના સમયમાં ૧૭૦૮ માં બનાવેલ છે.  તેની સૂક્ષ્‍મતમ નકશી જોનાર આશ્ચર્યવત જ બને છે.  અનેકે તેની માંગણી કરી છે, પણ સદભાગ્‍યે, તે આજે પણ મ્‍યુઝિયમમાં જ સચવાયેલ છે.

 

        આયના મહેલમાં અનેક વસ્‍તુઓ જોવાલાયક છે. તેમાં મુખ્‍ય છે ૧પપ વર્ષનું જુનું કચ્‍છી બનાવટનું અદભુત ઘડિયાળ.  તે દર મિનિટે મધુર રણકારવાળો ટકોરો કરે છે.  તે સાલ, માસ, તિથિ, ચોઘડીયાં, કલાક, મિનિટ, સેકન્‍ડ, સુર્યોદય, સુર્યાસ્‍ત તથા ચંદ્રકળા બતાવે છે.  આજે પણ તે ચાલુ છે.  તેના સામેની ભીંત પર રાવ પ્રાગમલજીના સમયમાં યોજાતી નાગપંચમીની ભુજીયાની સવારીની ચિત્રપટ્ટી પણ જોવાલાયક છે. તેમાંથી રાજદરબારની રસમો તથા લોકજીવનનાં દર્શન થાય છે. 

વધારે વિગતો અને ફોટોગ્રાફસ www.kutchguide.com પર મૂકેલ છે.