કેબીનેટ મંત્રી શ્રી ફકીરભાઈ વાઘેલાના હસ્તે અખિલ કચ્છ મેઘવંશી ગુર્જર સમાજની વેબસાઈટ www.akmgsamaj.com નું ઉદઘાટન

ઓક્ટોબર 7, 2009

akmgsamaj_site_launching

અખિલ કચ્છ મેઘવંશી ગુર્જર સમાજની વેબસાઈટ http://www.akmgsamaj.com નું ઉદઘાટન કેબીનેટ મંત્રી શ્રી ફકીરભાઈ વાઘેલાના હસ્તે ટાઉનહોલ – ભુજ મધ્યે તા. ૩ જી ઓક્ટોબર ૨૦૦૯ ના રોજ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દલિત અધિકાર સંઘ ગુજરાતના પ્રદેશ સંગઠન મંત્રી શ્રી ગોવિંદભાઈ વાણીયાએ સહયોગ આપ્યો હતો.

પહેલી વખત તૈયાર થયેલી સમાજની વેબસાઈટ અંજાર ના યુવાન ગોવિંદ જી દાફડા એ તૈયાર કરીને આખરી ઓપ આપ્યો હતો, જ્યારે માહિતી એકઠી કરવાનું કાર્ય યુવાન ધારાશાસ્ત્રી દિનેશ વી ડુંગરીયાએ કર્યું હતું. પશ્ચિમ કચ્છ માં વસવાટ કરતા ગુર્જર મેઘવંશી ભાઈઓ વિશેની માહિતી ભુજના વકીલ શ્રી વિનોદ ચાવડાએ પૂરી પાડી હતી, જ્યારે પૂર્વ કચ્છ ની માહિતી સમાજ રત્ન એવા શ્રી પ્રવીણભાઈ મેઘજીભાઈ જાદવે પૂરી પાડી હતી.

કેબીનેટ મંત્રી શ્રી ફકીરભાઈ વાઘેલાએ વેબસાઈટની મુલાકાત લઇ – નિદર્શન કરીને પોતાનો અભિપ્રાય આપતા જણાવ્યું હતું કે પહેલી વખત સમાજોપયોગી કાર્ય એક યુવાન દ્વારા નીજપ્રેરણાથી કરવામાં આવેલ છે. આ મારા સમાજની પ્રગતિ થઇ રહેલી હોવાની એંધાણી છે. આવનારો સમય યુવાનોનો છે અને યુવાનો આ વેબસાઈટ નો ભરપુર ઉપયોગ કરશે તેમજ સમાજના સંતો, મહંતો, ઈતિહાસ અને વર્તમાન થી પરિચિત થશે.

સમાજ ની વેબસાઈટ ઉપર સમાજનો ઈતિહાસ, ડો. બાબાસાહેબ આંબેડકરના વિચારો, સંતો મહંતો તેમજ આરાધ્ય દેવ શ્રી રામદેવપીર ના ૨૪ ફરમાન, ફોટો ગેલેરી, જીવન ચરિત્ર તેમજ સંત શ્રી ત્રિકમ સાહેબ, કેશવ મૂળ પ્રકાશ, વીર મેઘમાયા, રોહીદાસ ચમાર અને અન્ય સંતો વિષે ની માહિતી મુકવામાં આવેલી છે. ઉપરાંત સમાજના ઉપયોગી એવા સંપર્ક નંબરો અને વિગતો મુકવામાં આવેલી છે. જ્ઞાતિ ગૌરવ વિભાગ માં સમાજ ના તેજસ્વી તારલાઓ અને રાષ્ટ્રીય તેમજ રાજ્ય કક્ષાએ ખ્યાતિપ્રાપ્ત સમાજ રત્નોને સ્થાન આપવામાં આવશે તેમજ સમાચાર – જાહેરાત વિભાગ માં આગામી અને યોજાઈ ગયેલા કાર્યક્રમો ની રૂપરેખા મુકવામાં આવશે. સમાજ ના ઘણા બધા કામો પૂર્ણ કરવા માટેના ઉદેશ્યો ની યાદી વેબસાઈટ ઉપર મુકવામાં આવેલ છે. સમાજના આ ઉમદા કાર્ય ના ખર્ચને પહોંચી વળવા માટે વેબસાઈટ ઉપર જાહેરાત વિભાગ માં કાયમી સ્થાન નોધાવવા માટે પોતાના વ્યવસાયની જાહેરાત આપવા માટે જ્ઞાતિજનો ને આમંત્રણ છે.

વેબસાઈટ તૈયાર કરવા માટે શ્રી ગોવિંદ જી દાફડાની મહેનત બદલ શ્રી ફકીરભાઈ વાઘેલાએ પીઠ થાબડીને શુભેચ્છાઓ પાઠવી હતી અને સમાજના કોઈપણ કાર્ય માટે ગમે ત્યારે જરુર પડ્યે સહયોગ આપવાની ખાતરી આપી હતી.

(Govind Dafada) E-mail: akmgsamaj@gmail.com

Leave a comment